સ્પેનીશ ચેમ્બર ઓફ કોમર્સ સાથે સિરામિક એશો.ના પરસ્પર સહયોગના કરાર

 વાઇબ્રન્ટ સિરામિકસ પ્રમોશન માટે સીઇઓ સંદીપ પટેલ અને ટીમ અત્યારે સ્પેઇન ના પ્રવાસ પર છે. સ્પેઇન મા તેમને ખુબ જ હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સ્પેન ની નેશનલ ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ટરનેશનલ ડિરેક્ટર શ્રી અલ્ફ્રેડો બોનેટ સાથે ની મુલાકાત મા ચર્ચા વિચરણાના અંતે આગામી સમય માટે બંને દેશો ના સિરામિકસ delegation ની કોમન conference અને સેમિનાર નું આયોજન કરવાનું નક્કી થયેલ છે. CEVISAMA એ દુનિયા નું અગ્રણી સિરામિકસ એક્ષીબિશન છે જે દર વર્ષે સ્પેન ના વેલેન્સિયા શહેર ખાતે યોજાય છે. Velencia ની પડોશ મા કાસ્ટેલોન ખાતે સ્પેઇન નું સૌથી મોટુ સિરામિક ક્લસ્ટર આવેલું છે. આ કાસ્તલોન નગર મા 12 સપ્ટેમ્બર ના રોજ CEVISAMA ના આયોજન માં અગત્ય ની ભૂમિકા ધરાવતા  કાસ્ટેલોન ચેમ્બર ઓફ કોમર્સ ના સહયોગ થી વાઇબ્રન્ટ સિરામિકસ 2017 ના સેમિનાર નું આયોજન કરવામાં આવ્યુ છે.
    આ પ્રસંગે સ્પેનિશ ચેમ્બર ઓફ કોમર્સ અને મોરબી સિરામિકસ એસોસયેશન વચ્ચે એક ખાસ કરાર કરવામાં આવશે.અને આ કરાર મુજબ CEVISAMA એમના એક્ષીબિશન પ્લૅટફોર્મ થકી વાઇબ્રન્ટ સિરામિક્સ નો સમગ્ર યુરોપ મા પ્રચાર પ્રસાર કરશે.
 આ પ્રસંગે કાસ્તેલોન અને વેલેન્સિયા ના સિરામિકસ એસોસિયેશનના હોદ્દેદારો તથા સભ્યો હાજર રેહશે. સિરામિક ઉદ્યોગ મા ચીન ને હંફાવવા માટે ભારત અને સ્પેઇન ની સિરામિકસ ઇન્ડસ્ટ્રી ના આ સહયોગ કરાર અગત્ય નો ભાગ ભજવશે.ખાસ કરી ને મોરબી ની સિરામિકસ ઇન્ડસ્ટ્રીઝને સ્પેનિશ મશીનરી અને ટેક્નોલોજી નો લાભ મળશે સાથે સાથે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં વેપાર માટે તકો અને સાનુકૂળતા પ્રાપ્ત થશે.
Comments
Loading...
WhatsApp chat