Billboard ad 1150*250

મોરબીમાં નામચીન જુગારીના ઘરમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા

0 692
Post ad 1

મોરબીના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આરાધના સોસાયટીના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે એ ડીવીઝન પોલીસે દરોડો પાડી ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા

Post ad 3

મળતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી રાઘીકા ભારાઈન માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હોય દરમિયાન સ્ટાફના ચકુભાઈ કરોતરા અને રવિરાજસિંહ ઝાલાને બાતમી મળેલ કે નામચીન જુગારી ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા રહે-જીઆઈડીસી સામે આરાધના સોસાયટી વાળો પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલા ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા, રોહિતભાઈ વાલજીભાઈ દેવાયત, અનિરુધ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર, હસમુખભાઈ ભરતભાઈ લખતરિયા,પંકજભાઈ હસમુખ કારિયા, મનોજભાઈ ભરતભાઈ મકવાણા,વાસુદેવભાઈ ભરતભાઈ લખતરિયા, દિલીપભાઈ નારણભાઈ કાનાબાર, નરેન્દ્રભાઈ ચીમનલાલ જોષી અને હરેશભાઈ નાનાલાલ મહેતાને રોકડ રકમ ૪૬,૧૫૦ સાથે મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરીમાં મણીલાલ ગામેતી, શેખાભાઈ મોરી, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, ચકુભાઈ કરોતરા, રવિરાજસિંહ ઝાલા, જયપાલભાઈ લાવડીયા, નિર્મળસિંહ જાડેજા, રણજીતસિંહ ગઢવી અને ભરતભાઈ ખાંભરાએ કરેલ છે.

Comments
Loading...
Share This
WhatsApp chat