Billboard ad 1150*250

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૦ મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

0 26
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        શ્રી મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તા. ૧૫ ને રવિવારના રોજ ટાઉન હોલ મોરબી ખાતે ૧૦ મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરાશે

        આહીર કર્મચારી મંડળ આયોજિત સમારોહમાં જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ અમુભાઈ હુંબલ, વવાણીયા રામબાઈમાંની જગ્યા મહંત જગન્નાથ મહારાજ, રામધન આશ્રમ મહંત ભાવેશ્વરીબેન, મોરબી આહીર સમાજ પ્રમુખ લાખાભાઈ જારીયા, આહીર સમાજ મંત્રી ચંદુભાઈ હુંબલ, ડેપ્યુટી એન્જીનીયર પીજીવીસીએલ એન આર હુંબલ, આપાભાઈ કુંભરવાડિયા, દેવાભાઈ અવાડીયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

        સમારોહને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગર, ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગર, ઉપપ્રમુખ રમેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા, સહમંત્રી વિનયભાઈ વાંક, ગૌરાંગભાઈ ગોહેલ અને સંગઠન મંત્રી રણધીરભાઈ ડાંગર સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે 

Comments
Loading...
Share This
WhatsApp chat