Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં ૧૪૯૬૯ વડીલ અને ૧૩૮૭૩ નવા યુવા મતદારો

0 35
Above Post Content


        લોકસભા ચુંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે મોરબી જીલ્લાના મોરબી વિધાનસભા બેઠકમાં ૨,૬૩,૧૬૪ મતદારો, ટંકારા વિધાનસભા વિસ્તારમાં ૨,૩૦,૩૦૨ મતદારો અને વાંકાનેર બેઠક પર ૨,૫૨,૨૭૨ મતદારો સહીત કુલ ૭,૪૫,૭૩૮ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં ૮૦ વર્ષથી વધુ ઉમરના ૧૪,૯૬૯ અને ૧૮-૧૯ વર્ષના ૧૩,૮૭૩ યુવા મતદારો મતદાન કરશે કચ્છ લોકસભામાં સમાવિષ્ટ મોરબી જીલ્લામાં તા. ૨૮ ના રોજ ચુંટણીપંચનું જાહેરનામું બહાર પડશે અને તા. ૦૪-૦૪ ના રોજ ઉમેદવારી પત્રો રજુ કરાશે તેમજ તા. ૦૫-૦૪ ના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી, તા. ૦૮-૦૪ ના રોજ ઉમેદવારી પરત પછી ખેંચવાની છેલ્લી તારીખ અને તા. ૨૩-૦૪ ના રોજ મતદાન યોજાશે જેની મત ગણતરી ૨૩-૦૫ ના રોજ કરવામાં આવશે  

Middle Post Content

મોરબી જિલ્લા વહીવટ તંત્રએ લોકસભાની ચૂંટણીની કામગીરી શરુ કરી દીધી છે મોરબી જિલ્લાના 328426 પુરુષ અને 357312  સ્ત્રી સહિત કુલ 745338 મતદારો મતદાન કરશે. લોકસભાની ચૂંટણી માટે મોરબી વિધાનસભા વિસ્તાર અને રાજકોટના ટંકારા અને વાંકાનેરના 912 મતદાન મથકો રહેશે જેમાં 190 શહેરી વિસ્તારોમાં અને 722 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથકો રહેશે. 539 બિલ્ડીંગમાં 70 શહેરી વિસ્તાર અને 469 ગ્રામ્ય વિસ્તારોની બિલ્ડીંગ રહેશે. તમામ ઓફિસરોની તથા અંદાજે 7 હજાર કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. તેમજ 10 ફ્લાઈંગ સ્કવોર્ડ, 10 સ્ટેટીક સર્વેલન્સ સ્ક્વોર્ડ, 3 વીડિયો સર્વેલન્સ સ્ક્વોર્ડ, 3 વીડિયો વ્યુઇંગ સ્ક્વોડ તથા જુદાજુદા નોડલ ઓફિસરોની નિમણુક કરવામાં આવી છે.

        મતદાનના પાંચ દિવસ પહેલા સ્લીપનું વિતરણ કરી દેવાશે અને સ્થળાંતર કરેલા મતદારોનું નામ ન હોય તો જિલ્લા સંપર્ક સેન્ટર અથવા એન.જી.આર.એસની વેબસાઈટમાં કમ્પ્લેન કરી શકાશે. જિલ્લાના 912 મતદાન મથકોમાંથી 51 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. આ સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષાની દ્રષ્ટિએ વિશેષ ધ્યાન આપવામાં આવશે અને ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે 

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat