એ ડીવીઝનના પોલીસ જવાન અભિજિતસિંહ રાણાએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

0 65
Above Post Content

મોરબી પોલીસમાં ફરજ બજાવતા અભિજિતસિહ રાણાનો આજે જન્મદિવસ હોય તેમને જન્મદિવસની ઉજવણી કઈક અનોખી રીતે કરી હતી જેમાં શાળાના બાળકોને અભ્યાસમાં ઉપયોગી ચીજવસ્તુઓ ભેટસ્વરૂપે આપીને ઉજવણી કરવામાં આવી હતી

Middle Post Content

હળવદના રાયસંગપર ગામના વતની અભિજિતસિંહ રાણા મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવે છે આજે તેમનો જન્મદિવસ હોય, આજના વિશિષ્ટ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું અને જન્મદિવસ નિમિતે તેઓ ગીબ્સન મિડલ સ્કૂલ પહોંચ્યા હતા જ્યાં શાળાના બાળકોને ચોપડા, બોલપેન, કંપાસસેટ ભેટરૂપે આપી હતી અને જન્મદિવસ નિમિતે ખોટા ખર્ચ કરવાને બદલે બાળકોને અભ્યાસમાં ઉપયોગી થાય તેવી ચીજવસ્તુઓ ભેટ આપીને જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat