Billboard ad 1150*250

મોરબી માધાપરવાડી કુમાર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

0 71
Post ad 1

        શ્રી માધાપરવાડી કુમાર પ્રાથમિક શાળામાં ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તેવા હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

        જે ચિત્ર સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૮૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓએ વ્યસનમુક્ત્યી અંગે પોતાની આગવી શૈલીમાં વ્યસનની શરીર પર થતી અસરો, સમાજમાં વ્યસનનું પ્રમાણ સહિતના મુદા પર ચિત્રો દોર્યા હતા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને શાળામાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુનાં સેવનથી થતી આડઅસરો, વ્યસનમુક્તિનાં ફાયદા તથા COTPA – 2003 અંગે માહિતી આપવામાં આવી હતી  

કાર્યક્રમના અંતે શાળાના સ્ટાફ અને એસ એમ સી સભ્યો દ્વારા બાળકોને વ્યસન ઝિંદગીમાં કયારેય ન કરવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા માટે સુચન કર્યું હતુ અને સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat