Billboard ad 1150*250

મોરબીના મહિલા પોલીસ કર્મચારીએ ગીરનાર સ્પર્ધામાં ત્રીજી વખત પ્રથમ સ્થાન મેળવ્યું

0 122
Post ad 1

ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા બની પોલીસનું ગૌરવ વધાર્યું

        આજે જુનાગઢ ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂતે પણ ભાગ લીધો હતો અને સીનીયર મહિલા વિભાગ કેટેગરીમાં તેને સ્પર્ધા ૩૮.૧૯ મિનીટમાં પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયન બન્યા છે

        ભૂમિકાબેન ભૂત આ સ્પર્ધામાં ત્રીજા વર્ષે ચેમ્પિયન બન્યા છે અને ગુજરાત તેમજ મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે ભૂમિકાબેન ભૂત મહિલા લોકરક્ષક પોલીસ ખાતાની ત્રણ વર્ષની કારકિર્દીમાં સતત ત્રણ-ત્રણ રાજ્યકક્ષ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સીનીયર મહિલા કેટેગરીમાં ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યા છે તે ઉપરાંત રાજકોટ મેરેથોન, ગુજરાત ખેલ મહાકુંભ, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની ૪૦૦ મીટર અને ૮૦૦ મીટર રનીંગ સ્પર્ધામાં પણ તેઓ વિજેતા બન્યા છે અને રમત ગમત ક્ષેત્રે અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરીને મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat