Billboard ad 1150*250

મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ, મોરબીના મહીલા ડોક્ટર કરી રહ્યા છે દર્દી નારાયણની સેવા

0 80
Above Post Content

રવિવારે આયોજિત નિદાન કેમ્પમાં દર્દીઓ ઉમટી પડ્યા

        વૂમન્સ ડે, મહિલા સશક્તિકરણ દિવસ હજુ તાજો જ છે ત્યારે દેશ અને દુનિયામાં પોતાની બુદ્ધિ, શક્તિ અને શૌર્ય દ્વારા સમાજ ઉપયોગી કાર્ય કરનાર મહિલાઓ વિષે અવનવી વાતો બહાર આવતી હોય છે ત્યારે મોરબીના જાણીતા મહિલા તબીબ ડો. હસ્તી મહેતા દ્વારા દર્દી નારાયણની અવિરત સેવા કરવામાં આવી રહી છે

Middle Post Content

        ડો. હસ્તીબેન મહેતા દ્વારા તાજેતરમાં મૂળ મોરબી અને હાલ સિકંદરાબાદના પલ્લવીબેન વિજયભાઈ મહેતાના આર્થિક સહયોગથી ફ્રી મેડીકલ સલાહ, નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓએ નિશુલ્ક લાભ લીધો હતો તેમજ દર્દીને વિનામૂલ્યે દવા અપાઈ હતી

        જરૂરિયાતમંદ દર્દીઓની સેવાના એકમાત્ર ધ્યેય સાથે સેવા પૂરી પાડીને ડો. હસ્તી મહેતા છેલ્લા ચાર માસમાં જ અઢાર નિશુલ્ક કેમ્પ કરી ચુક્યા છે ગાંધી બજાર ગ્રીન ચોક નજીક મહેતા ઔષધ ભંડાર પર આવેલ તેમના ક્લીનીકે સોમવારથી શનિવાર માત્ર રૂ ૫ માં તમામ દર્દીઓને તપાસી દવાઓ આપવામાં આવે છે ત્યારે મોરબીના ડોક્ટર હસ્તીબેન મહેતા પણ નાર્રી શક્તિ અને સમપર્ણનું ઉદાહરણ પૂરું પાડી રહયા છે   

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat