મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાશે

શિક્ષકોના તમામ સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ રક્તદાન કેમ્પમાં જોડાશે,

સમગ્ર દેશ અને દુનિયાની સાથે સાથે ગુજરાતમાં જ્યારે કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે ત્યારે મોરબી જીલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિક્ષકોના તમામ સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ રક્તદાન કેમ્પમાં જોડાશે

મોરબી જિલ્લાના વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ – મોરબી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના તમામ સંગઠનો, જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી કચેરી – મોરબી તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને મોરબી જિલ્લાના તમામ બી.આર.સી. ભવન વગેરેના સયુંકત ઉપક્રમે હળવદ ખાતે તા.18.01.2021, ટંકારા ખાતે તા.19.01.2021, વાંકાનેર ખાતે 19.01.2021 અને મોરબી અને માળિયા બંને તાલુકાનો એકી સાથે તા.20.01.2021 ના રોજ મહા રક્તદાન કેમ્પ યોજાશે

જેમાં પ્રાથમિક શિક્ષકોએ જે તે તાલુકાના ટી.પી.ઈ.ઓ. પાસે તાલુકા શાળા મારફત રક્તદાન માટે નામ નોંધાવાનું રહેશે અને માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર શાળાના શિક્ષકોએ એસ.વી.એસ. કન્વીનર મારફત જે તે તાલુકાના ઈ.આઈ. અને એ.ડી.આઈ પાસે નામ નોંધાવાનું રહેશે. રક્તદાન કરનાર તમામને પ્રમાણપત્ર, ફોલ્ડર, તેમજ કેમ્પ માટેના બેનરનો ખર્ચ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી આપવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat