માળિયા તાલુકાના તમામ પ્રાથમિક શાળાના આચાર્યોની બેઠક યોજાઈ

માળીયા મિયાણા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના આચાર્યોની બેઠક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી 

        જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખ દ્વારા શાળામા બાળકોમા  ગુણવતા સભર શિક્ષણ સાથેસાથે નૈતિક મુલ્યો અને સારા સંસ્કારોનુ સિંચન થાય તે માટે જરુરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડેલ. તેમજ આજના આધુનિક સમય મા બાળકોમા શિક્ષણ પ્રત્યે રસ કેળવાય તે માટે ટેકનોલોજીનો વધુમા વધુ ઉપયોગ થાય તે જરુરી છે. તેથી શાળાઓમા ટેકનોલોજીનો વધુમા વધુ ઉપયોગ કરવા વિસ્તારથી છણાવટ કરી અને તેનો ઉપયોગ કરવા જણાવ્યુ.આ ઉપરાંત શાળાઓમા પડતી મુશ્કેલીઓને નીવારવા સ્થાનિક કક્ષાએ યથા યોગ્ય સહકાર મેળવી પ્રશ્નોનુ નિરાકરણ કરવુ.

      આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તા.પ્રા.શિ.અધિ. જિજ્ઞાબેન અમ્રુતિયા તથા માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ડી.આર.હુંબલ, મહામંત્રી એચ.એચ.વરસડા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી 

Comments
Loading...
WhatsApp chat