Billboard ad 1150*250

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે એક દિવસીય હસ્તકલા વર્કશોપ યોજાશે

0 626

“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો દ્વારાં તા. 8 માર્ચ “વિશ્વ સાક્ષરતા દિવસ ” તથ ” આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નાં અનુસંધાને “એક દિવસીય હસ્તકલા વર્કશોપ” નું આયોજન કરેલ છે.
“હસ્તકલા” વર્કશોપ માં તમારી પસંદગી ની કોઈપણ આઈટમ બનાવો . આપણી લુપ્ત થતી કલાઓ જે રોજબરોજની ઉપયોગી અને સુશોભન ને લગતી કલાત્મક કે પરંપરાગત વસ્તુઓ જેમકે કોઈપણ આર્ટ વર્ક , સજાવટ નાં પદાર્થો . તોરણ, વન્યજીવો ,પક્ષીઓ, ફુલો , માટીકામ ,માટી ની મુર્તિ, ફુલદાની ,ઊન નાં મોજા, તોરણ વગેરે..વગેરે.. “એક દિવસીય હસ્તકલા વર્કશોપ” નો સમય સવારે ૯=૩૦ થી ૫=૦૦ રહેશે
આ વર્કશોપ સેમીનાર માં ભાગ લેવાં માટે કોઈપણ કન્યાઓ-સ્ત્રીઓ ભાગ લઈ શકશે. યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકો અગાઉથી જાણ કરવી. સાધન સામગ્રી પોતે લાવવા ની રહેશે .એક દિવસીય હસ્તકલા વર્કશોપ માં ભાગ લેતાં સ્પર્ધકો ને બપોરે ભોજન ની વ્યવસ્થા તથા બહારગામ નાં સ્પર્ધકો ને મુસાફરી ખર્ચ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ચુકવશે.
યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકોએ પોતાની નામ- વિગત તા.7/2/2021 સુધી માં નીચે આપેલ કોઈપણ એક વૉટ્સપ નંબર પર મોકલી આપવી.
એક દીવસીય હસ્તકલા વર્કશોપ “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર . ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રુમ નં. ૨૦૨ મોરબી ખાતે આયોજન કરેલ છે.
એલ.એમ.ભટ્ટ 98249 12230 / 87801 27202 દિપેન ભટ્ટ 97279 86386

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat