Billboard ad 1150*250

સુરતમાં મેડીકલ આસીસ્ટન્ટ ટ્રેડની જગ્યા માટે ભરતી રેલી યોજાશે

0 81
Post ad 1

ભારતીય વાયુ સેના દ્વારા Group Ý’ (Non-Technical)Medical Assistant Trade માં   મોરબી જિલ્લાના ૧૨ સાયન્સ પાસ અપરણીત પુરૂષ ઉમેદવારો માટેની ભરતી રેલીનું આયોજન તારીખ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, ઉધના, મગદલા રોડ, વેસુ, સુરત ખાતે કરવામાં આવ્યું છે જેમાં ફિઝીકલી ટેસ્ટ અને લેખીત પરીક્ષા થશે. એડેપ્ટિબિલીટી ટેસ્ટ-૧ અને એડેપ્ટિબિલીટી ટેસ્ટ-૨ તા.૧૮મી ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે.

મેડીકલ આસીસ્ટન્ટની ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અને શારીરિક માપદંડો નિર્ધારીત કરાયા છે. જેમાં મેડિકલ આસિસ્ટન્ટ(નોન ટેકનીકલ) માટે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે સરેરાસ ૫૦% સાથે પાસ અને અંગ્રેજી વિષય ૫૦ માર્કસ સાથે પાસ હોવુ જરૂરી છે. ઉમેદવાર જન્મ ૧૭ જાન્યુઆરી ૨૦૦૦ થી ૩૦ ડિસેમ્બર ૨૦૦૩ (આ બન્ને દિવસો સહિત) વચ્ચે જન્મ થયેલ હોવો જોઈએ.

ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોએ તા. ૧૭ ફેબ્રુઆરીની સાવારે ૬:૦૦ કલાક પહેલા ભરતીના સ્થળે સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે. પ્રથમ દિવસે ફિઝિક્લ ફિટનેસ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવામાં આવશે. બીજા દિવસે પાસ થયેલ ઉમેદવારો માટે એડેપ્ટિબિલીટી ટેસ્ટ-૧ અને એડેપ્ટિબિલીટી ટેસ્ટ-૨ રાખવામાં આવશે. ઈન્ડિયન એરફોર્સની વેબસાઈટ પર પ્રસિધ્ધ જાહેરાતમાં દર્શાવેલ માહિતી આખરી રહેશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat