મોરબી જિલ્લાના પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી જિલ્લાના પ્રભારી સચિવ અને રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રાના  અધ્યક્ષ સ્થાને મોરબી કલેકટર કચેરી ખાતે કોવિડ-૧૯ અન્વયે મોરબી જિલ્લાની આરોગ્ય સેવા-સુવિધા અંગે તેમજ પ્રીમોન્સૂન અને ICDS વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ પ્રંસગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. કતીરાએ મોરબી જિલ્લાની કોવિડ-૧૯ વિષેની સ્થિતિ વિશે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી રજૂ કરી હતી. જેમાં હોસ્પિટલની સંખ્યા, કોવિડ-૧૯ ના કેશ, ટેસ્ટિંગ, વેન્ટિલેટર, કન્ટેન્ટમેન ઝોન, બફર ઝોન, હોમ આયસોલેશન વગેરેનો સમાવેશ થાય છે.

કોરોનાનું સંકમન વધે નહિ અને વધુને વધુ લોકો આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે તેવી સૂચના પ્રભારી સચિવે ઉપસ્થિત અધીકારીઓને આપી હતી ઈનચાર્જ અને અધિક નિવાસી કલેક્ટર કેતન જોષીએ પ્રી મોન્સૂનની કામગીરીની માહિતી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી.

આ પ્રસંગે  પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા,  જિલ્લા વિકાસ અધીકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા  સહિતના વિવિધ વિભાગના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat