મોરબીનું રાજપર ગામ તીસરી આંખ એવા સીસીટીવી કેમેરાથી સુસજ્જ બન્યું

0 102
Above Post Content

એક સમય હતો જયારે ગ્રામ્ય પંથકમાં જવા માટેના રોડ રસ્તાઓ પણ તૂટેલી હાલતમાં જોવા મળતા હતા તો ગામડા એટલે જુનવાણી ઘર, ગંદકી અને ઢોરવાડા એવા દ્રશ્યો જ આંખ સામે આવતા હતા જોકે હવે ગામડાઓ પણ આધુનિક બની રહ્યા છે જેનું ઉદાહરણ છે મોરબી નજીકનું રાજપર ગામ. રાજપર ગામ પ્રથમ એવું ગામ બન્યું છે જે સીસીટીવી કેમેરાથી સજ્જ હોય.

ઓદ્યોગિક રીતે સંપન્ન એવા મોરબી જીલ્લાના ગામડાઓ પણ આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે જેમાં મોરબી નજીકના રાજપર ગામમાં આજે ૧૦ કેમેરા લગાવાયા તેનો લોકાપર્ણ સમારોહ યોજાયો હતો રાજપર ગામના પ્રવેશદ્વારથી લઈને ગામડાના મુખ્ય માર્ગોને આવરી લેતા ૧૦ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે લોકાપર્ણ પ્રસંગે રાજપર ગામના સરપંચ ધરમશી મારવાણીયા, તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ પટેલ અને તાલુકા પોલીસ પીએસઆઈ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહયા હતા તાલુકા પીએસઆઈ ગોહિલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું

Middle Post Content

તો સ્વાગત કાર્યક્રમ કરનાર બાળાઓને ૨૦૦૦ નો પ્રોત્સાહન ઇનામ પોલીસે આપ્યું હતું તેમજ આગામી દિવસોમાં 15 વધુ સીસીટીવી કેમેરા લગાવવાના છે ત્યારે ૧૦ હજારની રકમ તાલુકા પોલીસ તરફથી આપવાની જાહેરાત તાલુકા પીએસઆઈ દ્વારા કરવામાં આવી છે તો વધી રહેલી ગુનાખોરીમાં સીસીટીવી કેમેરા પોલીસને આરોપી સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે અને અન્ય ગામો પણ રાજપર ગામની માફક સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ હાથ ધરે તેવી અપીલ કરી હતી

Inside Post Content
Comments
Loading...
Share This
WhatsApp chat