Billboard ad 1150*250

મોરબીમાં દિકરા-દીકરી વચ્ચે થતો ભેદભાવ અટકાવવા વર્કશોપ યોજાયો

0 63
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        સમાજમાં થતા જાતીય પરીક્ષણ અને દિકરા-દીકરી વચ્ચે થતો ભેદભાવ અટકાવવા અંગેની સમજ આપવા મોરબીમાં ડૉક્ટર્સના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪ અંતર્ગત યોજાયેલા આ વર્કશોપમાં દિકરા-દીકરી વચ્ચે થતો ભેદભાવ રોકવા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Post ad 2

        આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત મોરાબી દ્વારા સમાજમાં થતા જાતીય પરીક્ષણ અને દીકરા દીકરી વચ્ચે થતો ભેદભાવ રોકવામાં સહભાગી થવા શપથ લેવડાવી આ કાર્યમાં મદદરૂપ થવા અપીલ કરી હતી. આ ઉપરાંત આ વર્કશોપમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪ કાયદા વિશે વિગતવાર સમજ અપાઇ હતી.

        આ વર્કશોપમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ ૧૯૯૪ અંતર્ગત મોરબી જિલ્લામાં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat