Billboard ad 1150*250

મોરબીમાં બાલાજી યુવા ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવમાં ૫૬ ભોગ પ્રસાદ ધરાયો

0 35
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

રાસ ગરબા સહિતના કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી

Post ad 3

        મોરબી શહેરમાં હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને ઠેર ઠેર ગણપતિ પંડાલમાં ગણપતિ મહારાજની પૂજા કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની મહાવીર સોસાયટી નજીક બાલાજી યુવા ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે

        મહાવીર સોસાયટી પાસે બાલાજી યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વિશાલ ગ્રાઉન્ડમાં ગણપતિની મહાકાય મૂર્તિ સ્થાપન કરીને દરરોજ આરતી ઉપરાંત રાસ ગરબા સહિતના કાર્યક્રમો ઉજવાય રહ્યા છે તો આજે ગણપતિ મહારાજને ૫૬ ભોગ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો અને ૫૬ ભોગ દર્શનનો ભક્તજનોએ લાભ લીધો હતો  

ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે ગ્રુપના અમિતભાઈ પોપટ, નયન સુરાણી, શિવરાજ જાડેજા અને ઘનશ્યામ ઝાલરીયા, ભોલાભાઈ, રમેશભાઈ, રાજુભાઇ, સિદ્ધાર્થભાઈ, પ્રતીકભાઈ, જીગાભાઈ, મોન્ટુ ભાઈ, અશોકભાઈ, જીતેનભાઈ, પરેશભાઈ, વરુણભાઈ, સમીરભાઈ સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે

Comments
Loading...
Share This
WhatsApp chat