કોરોના લોકડાઉન : પાકિસ્તાનથી આવેલા હિંદુ પરિવારોને રાશન કીટ વિતરણ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        કોરોના લોકડાઉન વચ્ચે માનવતાને મહેકાવતા વિવિધ સંસ્થાઓ સેવાકીય કાર્યો કરી રહી છે અને ભૂખ્યાઓને ભોજન પહોંચાડી રહી છે ત્યારે મોરબીના અગ્રણીઓએ પાકિસ્તાનીથી પરત આવેલા હિંદુ પરિવારોને રાશન કીટ વિતરણ કરી હતી

        પાકિસ્તાનથી પરત આવેલા હિંદુ પરિવારો મોરબી જીલ્લામાં વસતા હોય જેઓ પણ લોકડાઉનમાં પરેશાન હોય અને ભોજનની વ્યવસ્થાને લઈને ચિંતિત હોય જે ચિંતા દુર કરવા અગ્રણીઓ આગળ આવ્યા છે

મોરબીમાં આરએસએસ અગ્રણી વિપુલભાઈ અઘારા, સુરેશભાઈ રાજકોટિયા, ભાજપ અગ્રણી પ્રદીપભાઈ વાળા, હિરેન પારેખ, યુવા અગ્રણી અજયભાઈ લોરિયા, ઉમિયા સમૂહ લગ્ન સમિતિના અગ્રણી મનુભાઈ કૈલા અને ઈશ્વરભાઈ સહિતના દ્વારા પાકિસ્તાનથી આવેલા હિંદુ પરિવારોને કીટ વિતરણ કરવામાં આવી હતી ૬૫ જેટલા પરિવારોને રાશન કીટ અર્પણ કરી હતી 

Comments
Loading...
WhatsApp chat