Billboard ad 1150*250

વાંકાનેરમાં ઇકો સેન્સીટીવ ઝોન મામલે ગામના સરપંચો અને આગેવાનોની મીટીંગ

0 280

વાંકાનેર રામપરા અભયારણ્યની બાજુમાં આવેલ ગામોમાં ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવામાં આવ્યો હોય જેને લઈને વાંકાનેર તાલુકાના વિવિધ ગામના સરપંચ અને આગેવાનોની વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે મીટીંગ યોજવામાં આવી હતી


જે બેઠકમાં ઇકો ઝોન વિરુદ્ધમાં દરેક ગામોમાં ગ્રામસભાના અને પંચાયતના ઠરાવો કરવા, ખેડૂતોની જમીનમાં બીજા હક્કમાં ફોરેસ્ટનું નામ દાખલ કરેલ છે જેને મામલતદારમાં વાંધા રજુ કરેલ તેની અપીલ કલેકટરમાં કરવામાં આવશે ઇકો ઝોન બાબતે સ્થાનિક સંસ્થાઓ દ્વારા પણ વિરોધના ઠરાવ કરવામાં આવશે અને સ્થાનિક તેમજ રાષ્ટ્રીય લેવલના પ્રજા પ્રતિનિધિઓને આ બાબતે રજૂઆત કરાશે સાથે જ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે જો યોગ્ય ન્યાય નહિ મળે તો કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવશે તેમજ બેઠકમાં ઇકો ઝોન લડ્ત સમિતિ બનાવી લડાઈ લડવામાં આવશે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat