મોરબી : કારીગરોની સેવાઓ ઓનલાઈન મળશે, મોરબીમાં ઇઝી સર્વિસનો અનોખો કન્સેપ્ટ VIDEO

કોઈપણ કારીગરને હવે શોધવા નહિ જવું પડે,

આંગળીના ટેરવે મળશે કારીગરોની માહિતી    

        આજના ઝડપી યુગમાં હવે મોબાઈલમાં આખી દુનિયા સમાઈ ચુકી છે તેમ કહેવામાં અતિશયોક્તિ નહિ કહેવાય કારણકે આજે મોરબી શહેરના યુવાનો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ સહિતના સૌ કોઈ ઓનલાઈન શોપિંગ કરીને ઘરની બહાર નીકળ્યા વગર જ જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદી સકે છે પરંતુ ઘરમાં નાના મોટા કામકાજ માટે કારીગરો શોધવા છતાં મળતા નથી જે સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુથી મોરબીના યુવાને અનોખી સેવા શરુ કરી છે ઇઝી સર્વિસના નામે શરુ કરેલ પ્લેટફોર્મ આગામી દિવસોમાં મોરબીના લોકોને અને કારીગરોને બંનેને ઉપયોગી સાબિત થશે તો આવો જોઈએ ઇઝી સર્વિસમાં શું છે ખાસ વાત અને કેવી રીતે તે કારીગરોને શોધવાની મથામણમાંથી નાગરિકોને મુક્તિ આપશે…..

        મોરબીના યુવાન વ્રજેશ કંસારાએ એકદમ નવા અને ઉપયોગી આઈડિયા સમાન WWW.EZZYSERVICE.COM નામે પ્લેટફોર્મ કાર્યરત કર્યું છે જેની ખાસ વાત એ છે કે રોજબરોજ લોકોને કારીગરોની સેવાઓની જરૂરિયાત રહેતી હોય છે પરંતુ કારીગરો શોધવા એક ચેલેન્જ સમાન બની રહે છે ઘરમાં પ્લમ્બર કે ઈલેક્ટ્રીશીયન કે પછી અન્ય કારીગરની જરૂરત પડે ત્યારે તાત્કાલિક કારીગર મળતા ના હોય જેથી કામો અટકી પડતા હોય છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જોકે હવે આ સમસ્યા ભૂતકાળ બની રહેવાની છે

        કારણકે મોરબીના યુવાને શરુ કરેલ ઇઝી સર્વિસ નામનું પ્લેટફોર્મ અનેક રીતે ઉપયોગી સાબિત થશે જેની ખાસિયત એ છે કે એમાં ગ્રાહકો અને કારીગરો એમ બંનેને ફાયદો થશે કારણકે ઇઝી સર્વિસમાં જોડાવવા માટે કારીગરોને બિલકુલ નિશુલ્ક રજીસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવી છે જયારે ગ્રાહકોને પોતાની જરૂરિયાત મુજબ જે તે કારીગરના નામ અને નંબરની યાદી ઓનલાઈન મળી રહેશે જેથી સીધો જ કારીગર સાથે સંપર્ક સાધીને ગ્રાહકો કારીગરને પોતાના કામકાજ માટે બોલાવી શકશે

        જેને પગલે ગ્રાહકોના કીમતી સમયનો વેડફાટ નહિ થાય અને બીજી તરફ કારીગરોને પણ કામ મળી રહેશે કારીગરોને વધુ કામ મળી રહે તેવા ઉમદા હેતુથી જ આઈડિયાને અમલમાં મુકીને મોરબીના યુવાને એક નવી ક્રાંતિકારી પહેલ કરી છે જે આગામી દિવસોમાં માત્ર મોરબીમાં જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં સેવાઓ પૂરી પાડવા માટે તત્પર છે બીજી તરફ હમેશા કારીગરો શોધવા છતાં મળતા નથી તેવી ફરિયાદો પણ હવે જોવા મળશે નહિ તે નક્કી છે

        ઇઝી સર્વિસ વેબ્સાઈટ પર ૫૦ થી વધુ સેવાઓ ઉપલબ્ધ છે જેનો ગ્રાહકો લાભ લઇ સકે છે સાથે જ કારીગરોને પણ જોડાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે એક કારીગર ત્રણ સેવાઓમાં જોડાઈ સકે છે

ઇઝી સર્વિસની ઉપયોગીતાની એક ઝલક :

  1. હોમ વેર અને કિચન એસેસરીઝની આઈટમ ખરાબ થઇ કે બગડી ગઈ તો ફ્રીજ, મિક્સર જેવી ચીજવસ્તુઓના રીપેરીંગ માટે કારીગર મળી સકે

2. ઉનાળાના ભરબપોરે ધોમધખતો તાપ હોઈ ને ઘરે કે ઓફિસમાં પંખો / એસી અચાનક બંધ થઇ જાય છે તો તાત્કાલિક રીપેર કરાવવા જ પડે છે.

3. નવું મકાન , બંગલો કે ઓફિસ બની જાય છે પણ ફર્નિચર માટે કારીગરો નથી મળતા તો ?

વેબ સાઈટ પર મોરબી તથા ઓલ ગુજરાતના કારીગર રજીસ્ટર કરાવી શકે છે

ઇઝી સર્વિસ સાથે જોડાવવા ઇચ્છતા કારીગરો વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરાવી સકે છે તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નંબર +91 90331 98258 અથવા E-Mail:  Ezzyservice1111@gmail.com પર સંપર્ક કરી સકે છે  

Comments
Loading...
WhatsApp chat