મોરબીના પોલીસ પુત્રની સિદ્ધિ, શૂટિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી એસઓજી ટીમમાં ફરજ બજાવતા પોલીસ પુત્રે મોરબીનું ગૌરવ વધાર્યું છે નેશનલ લેવલની શૂટિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીતી પરિવાર અને મોરબી પોલીસનું નામ રોશન કર્યું છે

        મોરબી એસઓજી ટીમમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર મયુરરાજસિંહ જાડેજાએ તાજેતરમાં શૂટિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે આણંદ, વડોદરા અને અમદાવાદમાં યોજાયેલી નેશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આણંદ અને અમદાવાદ ખાતે બે ગોલ્ડ મેડલ જીત્યા છે તે ઉપરાંત ભારતીય સંસ્કૃતમાં પણ એ ગ્રેડ મેળવ્યો છે અને મોરબી પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે તો એસઓજીમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જાડેજાના પિતા પણ રીટાયર્ડ પોલીસ અધિકારી છે જેઓ પણ રાષ્ટ્રપતિ મેડલ વિજેતા છે ત્યારે દાદા અને પિતાની રાહે પુત્ર પણ ચાલી રહ્યો છે અને અન્ડર ૧૭ નેશનલ શૂટિંગ સ્પર્ધામાં બે બે ગોલ્ડ મેડલ જીતનાર મયુરરાજસિંહ જાડેજા પણ આર્મી કે પોલીસ ફોર્સ જોઈન કરવાનું સ્વપ્ન છે અને તે દિશામાં તેઓ મહેનત કરી રહ્યા છે

        મોરબી પોલીસનું ગૌરવ વધારનાર પોલીસ પુત્ર મયુરરાજસિંહ જાડેજાનું જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા દ્વારા પ્રશંસાપત્ર આપીને સન્માન કરાયું હતું અને મોરબી પોલીસનું ગૌરવ વધારનાર પોલીસ પુત્રને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat