Billboard ad 1150*250

પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર મોરબીમાં વિનામૂલ્યે રોજગારલક્ષી તાલીમ માટે પ્રવેશપ્રક્રિયા શરૂ

0 672

પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર મોરબીમાં ૧૮ થી ૩૫ વર્ષના ભાઈઓ તથા બહેનોને ભારત સરકાર તરફથી ટૂંકા ગાળાની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, બેગ, આઈ-કાર્ડ વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર ને સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે 2 લાખ નો વીમો તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે.

હવે પછીના સત્રમાં તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.મર્યાદિત સંખ્યા માં એડ્મિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે “પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર, મોરબી, ૩જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમા, રવાપર રોડ, મોરબી (મૉ.૭૪૮૭૦૭૬૩૭૪) નો સવારે 9 થી સાંજે 6 વાગ્યા દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો. https://forms.gle/rxt4VVqjSF5kvgRR9 આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવો.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat