માળિયા બાદ હવે મોરબી તાલુકાના 15 ગામના ખેડૂતો રવિપાક માટે આંદોલનના માર્ગે

ટેલના ગામો સુધી પાણી ના પહોંચતા ખેડૂતો આકરા પાણીએ

મોરબી તાલુકાના 15 ગામના ખેડૂતોને રવિપાક માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે આજે ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને રવિપાક માટે પોલીસ પેટ્રોલિંગ સાથે પાણી આપવાની માંગ કરવામાં આવી છે

ખેડૂત હિત રક્ષક સમિતિ મોરબીના બેનર હેઠળ આજે મોરબી તાલુકાના 15 ગામના ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના ગામો જે ધ્રાંગધ્રા શાખા નહેરમાં બ્રાહ્મણીથી નવા સાદુળકા સુધી ટેઈલ ભાગની બ્રાંચ કેનાલોમાં છેલ્લા વીસ દિવસથી પાણી છોડેલ છતાં પંદર ગામોને પાણી પહોંચતું નથી અગાઉ ખેડૂતોએ આવેદન આપ્યું હતું

જોકે હજુ પાણી પહોંચ્યું નથી અગાઉ ખેડૂતોને પાણી મળશે તેવી આશા સાથે રવિપાકનું આગોતરૂ વાવેતર કર્યું છે પરંતુ પાણી મળ્યું નથી જેથી 15 ગામના ખેડૂતોનો પાક નિષ્ફળ જશે ત્યારે આગામી ૨૪ કલાકમાં પાણી ના મળે તો ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

Comments
Loading...
WhatsApp chat