Billboard ad 1150*250

“આપ” ની રજૂઆત બાદ જીપીસીબી હરકતમાં, જાહેરમાં ગંદકી બદલ પાલિકાને તાકીદ

0 37
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

જાહેરમાં કચરો ઠાલવવાનું બંધ કરવા સુચના

        મોરબી નગરપાલિકાનું તંત્ર નાગરિકોને ગંદકી કરતા રોકી શકતું નથી આટલું ઓછુ હોય તેમ પાલિકા જાહેરમાં કચરો ઠાલવતી હોય તેવી આમ આદમી પાર્ટીની ઉગ્ર રજૂઆત બાદ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સફાળું જાગ્યું છે અને સ્થળ વિઝીટ કરીને પાલિકા કચેરીને કચરો જાહેરમાં ઠાલવવા બાબતે તાકીદ કરી છે અને કડક શબ્દોમાં સુચના આપવામા આવી છે

        મોરબી નગરપાલિકા તંત્રના પાપે શહેરના અનેક માર્ગો પર જાહેર ઉકરડા અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય અને ગંદકીની સમસ્યા અંગે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા અગાઉ પાલિકા તંત્રને કરેલી રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત કરીને પગલા ભરવા માંગ કરાઈ હતી જેને પગલે જીપીસીબીના અધિકારીઓએ સ્થળની વિઝીટ કરી હતી અને પાલિકા તંત્ર દ્વારા ફેલાતી ગંદકીનીગંભીર નોંધ લીધી હતી અને પાલિકા તંત્રને ગંદકી મામલે કડક સૂચનાઓ આપીને ગંદકી મામલે તુરંત કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે જોકે મોરબીનું પાલિકા તંત્ર નીમ્ભર હોવાનું વિશેષણ ધરાવે છે ત્યારે જીપીસીબીની સુચનાને ગણકારે છે કે પછી પોતાનું નીમ્ભર વલણ જાળવી રાખશે તે જોવું રહ્યું

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat