Billboard ad 1150*250

ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ત્રણેય ચુકાદા ગ્રાહકોની તરફેણમાં

0 51
Above Post Content

મોરબીના વધુ ત્રણ ગ્રાહકોને મળ્યો ન્યાય

        મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિવિધ કંપની દ્વારા છેતરાયેલા ગ્રાહકોના કેસો અંગે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ કરી લડત ચલાવે છે જેમાં વધુ ત્રણ ગ્રાહકોને ફોરમમાંથી ન્યાય મળ્યો છે

Middle Post Content

        મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ત્રણ ગ્રાહકોના કેસમાં રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કરેલ કેસમાં ત્રણેય ચુકાદા ગ્રાહકોની તરફેણમાં આવ્યા છે જેમાં ટંકારાના હડમતીયાના શાંતાબેન રતિલાલ રાણપરીયાએ યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ અને રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક સામે કરેલ કેસમાં પાંચ લાખ સાત ટકાના વ્યાજથી ચુકવવા આદેશ કર્યો છે તે ઉપરાંત કમલેશભાઈ છગનભાઈ સંઘાણીએ સેમસન ઇલેક્ટ્રિક ઇન્ડિયા પ્રા. લી. તેમજ પાટીદાર ઇલેક્ટ્રોનીક્સ વર્ડ પર કરેલ કેસમાં ફ્રીઝ બાબતે ઓગણચાલીસ હજાર છ ટકાના વ્યાજથી ચૂકવવાનો આદેશ કર્યો છે

તેમજ સૌરાષ્ટ્ર લોજવાળા મનુભાઈના પત્નીનો કલેઈમ રૂપિયા બે લાખ ચૂકવવાનો આદેશ કરેલ છે આમ ત્રણેય કેસમાં ગ્રાહકોની તરફેણમાં ચુકાદા આવ્યા છે ગ્રાહકો પોતાના હિત અને હક્ક માટે સદાય જાગૃત રહે અને કોઈપણ પ્રકારની છેતરપીંડીનો ભોગ બને તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા સંસ્થા પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે 

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat