Billboard ad 1150*250

મોરબીના સિરામિક ઝોનમાં ૧૪ કરોડના ખર્ચે ૪ રોડના કામોને મંજુરી

0 525
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

૮૦/૨૦ ની સ્કીમથી ચાર રોડના કામો માટે હકારાત્મક પ્રતિભાવ

         મોરબી સિરામિક એસો દ્વારા સિરામિક ઝોનમાં આવતા ચાર રસ્તાઓ અંગે કરેલી રજુઆતો અને મહેનત રંગ લાવી છે અને સિરામિક એસોના હોદેદારોએ રાજ્યના ઉદ્યોગ કમિશ્નર પાસે રૂબરો કરેલી મુલાકાત બાદ ૧૪ કરોડથી વધુના ખર્ચે ૪ કામો મંજુર કરાયા છે

        મોરબી સિરામિક એસોના પ્રમુખો મુકેશભાઈ ઉધરેજા, કિશોરભાઈ ભાલોડીયા અને કિરીટભાઈ પટેલ તેમજ વેલજીભાઈ ઉધરેજા સહિતના અગ્રણીઓએ રાજ્યના ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તા સાથે રૂબરૂ મુલાકાત કરીને રોડના કામો અંગે રજૂઆત કરી હતી અને ચાર રોડને મંજુરી મળી છે તેમજ અન્ય રોડ પણ ૮૦/૨૦ સ્કીમથી પ્રપોઝલ મુકવા હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે

        ૪ રોડના કામો ૧૪.૯૨ કરોડના ખર્ચે મંજુર કરાયા છે જેમાં ૧૧.૯૪ કરોડ સરકાર ભોગવશે અને જયારે બાકીના ૨૦ ટકા પ્રમાણે ૨.૯૮ કરોડની રકમ મોરબી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસો ચૂકવશે મોરબીના સિરામિક ઝોનમાં આવેલ સ્ટેટ હાઈવેથી કોરીઅલ સિરામિક સુધીનો આરસીસી રોડ, બેલા ભરતનગર રોડથી એડમીન વિટ્રીફાઈડ સુધીનો રોડ, સ્ટેટ હાઇવેથી બેનટા સિરામિક સુધીનો રોડ અને નેશનલ હાઈવેથી કેવીટા ગ્રેનીટો સુધીનો રોડ બનાવવામાં આવશે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat