Billboard ad 1150*250

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર એસટી બસ અને બુલેટ વચ્ચે અકસ્માત, એકનું મોત

0 148
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના જેલ રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સીના ફ્લેટમાં રહેતા બે યુવાનો તેની બહેનને સામાકાંઠે બુલેટ મૂકી પરત ફરતા હોય દરમિયાન મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર એસટી બસની સાથે બુલેટ અથડાતા મૂળ નાગાલેન્ડના યુવાનનું મોત નીપજ્યું છે અને એક યુવાન ગંભીર હાલતા રાજકોટની એક ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેલ રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સીના ફ્લેટમાં લાધો પ્રેમો(જુચો બેનો ઓટે) (ઉ.૨૦) અને રામદત વન(સુરજ)(ઉ.૨૪) બુલેટ લઈને લીલાપર રોડથી શહેરના સામાકાંઠે વિસ્તારમાં તેની બહેનને મુકવા માટે ગયેલ હોય અને ત્યાંથી વહેલી સવારે પરત આવી રહ્યા હતા ત્યારે શહેરના ગેસ્ટ હાઉસ રોડ નજીક જજના બંગલા પાસે એસટીની બસ સાથે બુલેટનો અકસ્માત થતા બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા

સારવારમાં લઇ જવામાં આવેલ બંને ઈજાગ્રસ્તો માંથી મૂળ નાગલેન્ડાના લાધો પ્રેમો(જુચો બેનો ઓટે) નામના યુવાનનું સારવારમાં મોત નીપજ્યું હતી અને રામદત વન(સુરજ)ને ગંભીર ઈજાઓ થઇ હોવાથી તેને રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે તેમ મોરબી એ ડીવીઝન પોલીસ મથકના તપાસ અધિકારી  એ.એસ.આઈ આર.બી.વ્યાસ દ્વારા જાણવા મળ્યું હતું.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat