Billboard ad 1150*250

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં અનિયમિત પાણી વિતરણથી રોષ

0 124
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
MorbiNews - મોરબીન્યુઝ
અને Morbinews સાથે સાથે નીચેના પ્લેટફોર્મ પણ ન્યુઝ જોઇ શકશો

સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી

        ચાલુ વર્ષે ચોમાસામાં ભરપુર વરસાદ વરસ્યો છે અને રાજ્યના મોટાભાગના ડેમો છલોછલ ભરાઈ ગયા છે અને મોરબી જીલ્લામાં પણ ડેમો ભરાય ગયા છે આમ છતાં પણ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં પાણી વિતરણ અનિયમિત રીતે થતું હોય જેથી સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે

        મોરબીના કાલિકા પ્લોટ શેરી નં ૦૧ રાજબેંક વાળી શેરીમાં ચાર ચાર દિવસે પીવાનું પાણી આવે છે અને પાણી વિતરણ અનિયમિત રીતે કરવામાં આવતું હોવાથી લત્તાવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે પીવાના પાણીનો કોઈ સમય નથી મોડી રાત્રે અથવા વહેલી સવારે પાણી વિતરણ કરવામાં આવે છે જેથી મહિલાઓ પરેશાન થઇ છે અને અનિયમિત પાણી વિતરણથી મહિલાઓનું ટાઈમ ટેબલ ખોરવાઈ જાય છે જેથી વિસ્તારમાં નિયમિત અને સમયસર પીવાનું પાણી મળે તેવી માંગ કરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat