Billboard ad 1150*250

માળિયામાં એસબીઆઈ બેંકમાં ખાતા ખોલાવવામાં અરજદારોને પરેશાની

0 90
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

માળિયા કોંગ્રેસ સમિતિએ મેનેજરને રજૂઆત કરી

Post ad 2

        માળિયામાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ખાતા ખોલાવવા સહિતની કામગીરીમાં અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય જેથી આ મામલે કોંગ્રેસ દ્વારા મેનેજરને રજૂઆત કરવામાં આવી છે

        માળિયા (મી.) શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇકબાલભાઈ જેડાએ એસબીઆઈ માળિયાના મેનેજરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે માળિયામાં આવેલી એસબીઆઈ બેંકમાં પૂરતા કર્મચારી ના હોવાથી બેંક ખાતા ખોલાવવામાં અને વિદ્યાર્થીઓના ખાતા ખોલાવવામાં મુશ્કેલી પડી રહી છે બેંક ખાતા ખોલાવવા માટે બેથી ત્રણ મહિનાનો સમય લાગે છે જેથી ગ્રાહકોમાં ખુબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે પૂરતા બેંક કર્મચારીઓ ના હોવાથી કામનું ભારણ હોવાથી ગ્રાહકો અને બેંક કર્મચારીને ઘર્ષણ થતું હોય છે તે ઉપરાંત માળિયામાં એટીએમ સેવા માટે ઘણા સમયથી માંગણી હોવા છતાં શાખા દ્વારા એટીએસ સેવા ઉપલબ્ધ કરાતી ના હોય અને લોકોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે અને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે જેથી બેંકમાં પૂરતા કર્મચારીઓની નિમણુક અને એટીએમ સેવા અંગે યોગ્ય કરવા માંગ કરી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat