Billboard ad 1150*250

મકનસર યુવાન હત્યા કેસમાં વધુ એક શખ્સ ઝડપાયો

0 31
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના મકનસર નજીક યુવાનને માર મારતા તેનું મોત નીપજ્યું હોય જે બનાવ બાદ ૧૨ ઇસમોને ઝડપી પાડીને તેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તો પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

       મકનસર નજીક શીતળામાં મંદિર નજીકથી બડેભાઈ કમલેશભાઈ ઠાકુર રહે એમપી વાળાની હત્યાના બનાવમાં અગાઉ ૧૨ શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝપડી પાડીને જેલ હવાલે કર્યા હતા તો આ  મામલે પોલીસે વધુ તાપસ ચલાવવામાં આવતા વધુ એક આરોપી બેચર કુકાભાઈ રીબડીયા (ઉ.૩૭) રહે-રાતાવીરડા વાળાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો ધરપકડની આંક ૧૩ સુધી પહોચ્યો છે ત્યારે હજુ એક આરોપી ફરાર હોવાથી તેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat