Billboard ad 1150*250

સરકારી વિભાગમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયા શરુ કરવા મોરબી-વાંકાનેરમાં આવેદન

0 294
Post ad 1

        સરકારના વિવિધ વિભાગમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયા પુનઃ શરુ કરવાની માંગ સાથે મોરબી અને વાંકાનેરમાં વિદ્યાર્થીઓ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે

        મોરબીમાં જીલ્લા કલેકટર જયારે વાંકાનેરમાં પ્રાંત અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા કોઈને કોઈ કારણોસર અટકાવી દેવામાં આવી છે અમુક ભરતી એવી છે જેમાં ઘણા મહિનાઓથી તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે ફક્ત નિમણુક આપવાની બાકી છે અમુક ભરતીમાં સરકારી પરીક્ષાનું નોટીફીકેશન લાંબા સમયથી આવી ચૂકેલ છે ભરતી જાહેર થઇ છે પરંતુ સરકારની ઢીલાશને લીધે પરીક્ષા બાકી છે

Post ad 3

ગુજરાતમાં અંદાજીત ૪૦,૦૦૦ જેટલી જગ્યાઓ માટેની પ્રક્રિયા અલગ અલગ તબક્કે અટકાવી દીધેલ છે ગુજરાતનું અંદાજે ૧૫ થી ૧૭ લાખ જેટલું યુવાધન બેરોજ્દારીના ઓછાયા હેઠળ છે શિક્ષિત બેરોજગારોનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે જેથી જે ભરતીમાં માત્ર નિમણુક આપવાની બાકી છે તે આપી દેવામાં આવે જે ભરતીની પ્રાથમિક, મુખ્ય પરીક્ષા કે કોમ્યુટર ટેસ્ટ કે ઈન્ટરવ્યું થઇ ગયા છે તેના પરિણામ જાહેર કરાય જે ભરતીની જાહેરાત થઇ છે પરંતુ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી તેની સત્વરે તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે  

Comments
Loading...
Share This
WhatsApp chat