Billboard ad 1150*250

ખેડૂતપુત્ર ભાવેશભાઈ પરમારની સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના મોરબી જિલ્લા કો-ઓર્ડીનેટર તરીકે નિમણૂક

0 70
Above Post Content

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Middle Post Content

 મોરબી: સતવારા સમાજના યુવાન અને ખેડૂતપુત્ર વર્ષોથી કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતા હતા. એજ એમની કામગીરી જોઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવેશભાઈ પરમારની મોરબી જિલ્લાના સોશિયલ મીડિયા કોર્પોરેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેને લઇને કોંગી કાર્યકરો અને સથવારા સમાજ માં ઉત્સાહ જોવા મળ્યો હતો.

 આ તકે ભાવેશભાઈ જણાવ્યું હતું કે મારી નિમણૂક કરવા બદલ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિ નો આભાર માનું છું તેમજ મારી ઉપર મુકેલા વિશ્વાસ ને હું બાખૂબી નિભાવિશ. આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે મોરબી જિલ્લાના ગામે ગામ અને શહેરના દરેક વિસ્તારમાંથી જે યુવાનો સોશિયલ મીડિયામાં એક્ટિવ હશે એને જવાબદારી સોંપવામાં આવશે. તેમજ ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા ની ટીમ જાહેર કરવામાં આવશે.

 મહત્વનું છે કે ભાવેશભાઈની નિમણૂકમાં સાથ સહકાર આપનાર અને પ્રદેશમાં રજૂઆત કરનાર મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ દેવેન્દ્ર સિંહ જાડેજા હતા. આ નિમણૂકની મોરબી-માળિયાના પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરામોરબી નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વીલપરાશહેર પ્રમુખ રામજીભાઈ રબારીસતવારા સમાજના આગેવાન અને ઓબીસી સમાજના ઉપપ્રમુખ એલ.એમ કણજારીયા સાહેબયુથ કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજાઆઈટી સેલ પૂર્વપ્રમુખ ગૌરવ રવિયા વગેરે આગેવાનો દ્વારા આ નિમણૂકને બિરદાવવામાં આવી છે.

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat