Billboard ad 1150*250

પોરબંદરથી દિલ્હી સુધી આર્મીના જવાનોની સાયકલ યાત્રાનું મોરબીમાં સ્વાગત, Video

0 42
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ટંકારા, મોરબી અને માળિયા સ્વાગત બાદ યાત્રા પ્રસ્થાન

Post ad 3

        રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતી નિમિતે અહિંસા અને સ્વચ્છતા જેવા સંદેશાઓના પ્રચાર કરવા CAPF અને પેરા મીલીટરી ફોર્સના ૭૫૦ અધિકારી અને જવાનો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમી પોરબંદથી દિલ્હી સાયકલ પર જવા રવાના થયા છે જે યાત્રા મોરબી આવી પહોંચતા મોરબીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

        જવાનોની સાયકલ યાત્રા રાજકોટથી ટંકારા આર્ય સમાજ સંકુલ પહોંચી હતી જ્યાં મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા, ડેપ્યુટી કલેકટર અનિલકુમાર ગોસ્વામી, ડીવાયએસપી બન્નો જોષી, એસઓજી પીઆઈ એસ એન સાટી, પીએસઆઈ એલ બી બગડા, પી આર વાઘેલા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ ટંકારાથી યાત્રા મોરબી પટેલ સમાજ વાડીએ પહોંચી રાત્રીરોકાણ કર્યું હતું જ્યાં મોરબીમાં એસપી, એસડીએમ શિવરાજસિંહ ખાચર, ડીવાયએસપી ડી જી ચૌધરી, એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું અને મંગળવારે સાયકલ યાત્રા માળિયા તરફ આગળ વધીને ત્યાંથી કચ્છ હાઈવે તરફ પ્રસ્થાન કર્યું હતું માળિયા ખાતે એરક્રોન મેક્રોન્સ પ્રાઈવેટ લીમીટેડ અને જીપ ભારત દ્વારા સાયકલ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાયકલ યાત્રા કચ્છ તરફ આગળ વધી હતી 

Comments
Loading...
Share This
WhatsApp chat