Billboard ad 1150*250

ગુજરાત વિધાનસભા સત્ર પ્રારંભે બ્રિજેશ મેરજાએ શોક પ્રસ્તાવમાં પ્રવર્ચન આપ્યું

0 350

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ આજથી થયો હોય ત્યારે મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો પણ આજે જન્મદિવસ હોય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ મંત્રી મંડળના સભ્યોએ પણ અભિનંદન પાઠવ્યા હતા
વિધાનસભાની કામગીરીના પ્રારંભે ગૃહ નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી શોક દર્શક પ્રસ્તાવ લઈને આવ્યા હોય જેમાં ભાગ લેતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, કેશુભાઈ પટેલ સહિતના દિવંગત મહાનુભાવોને અલગ જ પ્રકારની શોકાંજલિ અર્પણ કરી હતી મોરબી સંગઠનના પ્રભારી રહી ચુકેલા મેઘજીભાઈ કણઝારીયાને ભાવાંજલિ અર્પી સતવારા સમાજના શ્રેષ્ઠી લેખાવ્યા હતા કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીના શાસનની ખૂબીઓ અને ખાસિયતો ઘણી છે બંનેમાં સામ્યતા એવી રહેલી કે વિરોધપક્ષના નેતા તરીકે તેઓ પ્રજા નાડના પારખું હતા

કેશુભાઈ પટેલે સૌરાષ્ટ્રને શુદ્ધ પીવાનું પાણી નર્મદા પાઈપલાઈનથી પહોંચાડ્યું તે અંગે પણ બ્રિજેશ મેરજાએ ખાસ પ્રકાશ પાડ્યો હતો કોરોનાને લીધે જાન ગુમાવનાર લોકો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી સદગતની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી પરિવારો પ્રત્યે આશ્વાસન આપ્યું હતું અને દિલસોજી પાઠવી હતી

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat