Billboard ad 1150*250

વાંકાનેરમાં ટ્રાન્સપોર્ટના વેપારના ડખ્ખામાં માર મારી અપહરણનો પ્રયાસ

0 290
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

         વાંકાનેરમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ વચ્ચે ડખ્ખો થતા વેપારના મનદુઃખ મામલે યુવાનને માર મારી ધમકી આપી અપહરણ કરવાની કોશિશ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

Post ad 3

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ચાચાપરના રહેવાસી શૈલેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ કાથડભાઈ રબારી નામના યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે નારણભાઈ કરમશીભાઈ રાઠોડના ચામુંડા ટ્રાન્સપોર્ટમાં પ્રાઈવેટ નોકરી કરતા હતા અને બાદમાં પોતાની અલગ ટ્રાન્સપોર્ટ ઓફીસ શરુ કરેલ હોય

અને જુના ગ્રાહકો ઓફિસે જતા હોય જે સારું નહિ લાગતા આરોપી નારણભાઈ કરમશીભાઈ રાઠોડ, નીતિનભાઈ નારણભાઈ રાઠોડ, ચિરાગ નારણભાઈ રાઠોડ રહે ત્રણેય ત્રાજપર ચોકડી વૃંદાવન સોસાયટી મોરબી અને જીજ્ઞેશ રૈયાભાઈ ટોટા રહે મોરબી નવલખી રોડ વાળાએ ગાળો આપીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

તેમજ બોલેરો નં જીજે ૩૬ ટી ૩૧૯૭ માં બેસાડી અપહરણની કોશિશ કરી રાણેક્પર ગામના બોર્ડ પાસે ઉતારી નાસી ગયાની ફરિયાદ નોંધાવી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat