Billboard ad 1150*250

લોકડાઉન વચ્ચે મોરબીના લાલપર ગામે એટીએમ મશીનમાં ચોરીનો પ્રયાસ

0 123
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો            

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

કોરોના વાયરસને રોકવા માટે સરકાર દ્વારા સમ્રગ દેશમાં લોક ડાઉન કરી દેવામાં આવ્યું છે તો ગુજરાતમાં જનતા કર્ફ્યું બાદ લોકડાઉન જેવી પરિસ્થિતિ વચ્ચે મોરબીના લાલપર ગામ પાસે આવેલ એસબીઆઈના એટીએમને નિશાન બનાવવામાં આવ્યું હતું અને રાત્રી દરમ્યાન અજાણ્ય શખ્સ દ્વારા એટીએમ મશીનમાં તોડફોડ કરવામાં આવી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

કોરોના ના હાહાકાર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં લોક ડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે મોરબીના લાલપર ગામે તકનો લાભ લઈને અજાણ્યા શખ્સ દ્વારા એટીએમ મશીનમાંથી રોકડા રૂપિયાની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી મૂળ બિહારના રહેવાસી અને હાલમાં ત્રાજપર પાસે આવેલ સિરામિક સિટીમાં રહેતા એસબીઆઈની લાલપર બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજર રાજેશકુમાર ચૌધરી શ્રીમુનુંચૌધરીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે

લાલપર ગામ પાસે એસબીઆઈની બ્રાંચ આવેલ છે જેની બાજુમાં જ ગ્રાહકોની સુવિધા માટે એટીએમ મશીન મુકવામાં આવ્યું છે જે મશીનમાંથી રોકડા રૂપિયાની ચોરી કરવા માટે તા ૨૩ ની રાત દરમ્યાન કોઈ અજાણ્યો એક શખ્સ એટીએમમાં આવ્યો હતો અને મશીનમાંથી રોકડા રૂપિયા કાઢવા માટે તેના દ્વારા એટીએમ મશીનમાં કોઈ હથિયાર વડે તોડફોડ કરવામાં આવી હતી જેથી કરીને એટીએમ મશીનમાં દોઢ લાખથી વધુનું નુકશાન થયું છે.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat