Billboard ad 1150*250

એટીવીટી-15 ટકા વિવેકાધીન યોજનામાં વધુ ગ્રાન્ટ ફાળવવા પ્રભારી મંત્રીને રજૂઆત

0 93
Post ad 1

જીલ્લા અને તાલુકા પ્રમુખની રજૂઆત

        મોરબી તાલુકાના ગામોની સંખ્યા ૧૦૦ થી પણ વધુ હોય ત્યારે સરકારની ગ્રાન્ટ ફાળવણી હુકમ મુજબ ૧.૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે જેથી મોરબી તાલુકામાં પણ નિયમ મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે

Post ad 2

        મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાએ જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લો નવો બનતા મોરબી તાલુકામાં નવી ગ્રામ પંચાયતો આવી છે અને હાલ મોરબી તાલુકાના ગામોની સંખ્યા ૧૦૦ થી વધુ છે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવણીના હુકમ અન્વયે ૫૧ થી ૧૦૦ ગામ ધરાવતા તાલુકામાં ૧.૨૫ કરોડની ગ્રાન્ટ અને ૧૦૦ થી વધુ ગામ ધરાવતા તાલુકામાં ૧.૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે

        જેથી મોરબી તાલુકામાં ગ્રામ પંચાયતની સંખ્યા ૧૦૩ થઇ છે જેથી નિયમ મુજબ ૧.૫૦ કરોડ ગ્રાન્ટ એટીવીટી યોજના અને 15 ટકા વિવેકાધીન યોજના હેઠળ ફાળવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat