Billboard ad 1150*250

રાજકોટના સાંસદ મત માટે કોંગ્રેસના સદસ્યને દાટી મારતા હોવાની ઓડિયો કલીપ વાયરલ…

0 106
Above Post Content

ગામમાંથી ૭૦ ટકા મતો મળવા જોઈએ નહિ તો, સાંભળો વાર્તાલાપ

આકાશમાં સૂર્યદેવ દિવસે દિવસે વધુને વધુ તપી રહ્યા છે ત્યારે બીજી તરફ લોકસભા ચુંટણીને લઈને પણ રાજકીય ગરમાવો સતત જોવા મળી રહ્યો છે જેમાં તાજેતરમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા કોંગ્રેસના એક સદસ્યને તેના ગામમાંથી ૭૦ ટકા મતો મળવા જોઈએ નહિ તો મંડળી સહીત બધું ચાલ્યું જશે તેવી દાટી મારતા હોય તેવી ઓડિયો કલીપ વાયરલ થઇ છે

Middle Post Content

રાજકોટના વર્તમાન સાંસદ અને લોકસભા ૨૦૧૯ માં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાની એક વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં સાંસદ મોહનભાઈ જીલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય નાનુભાઈ ડોડીયા સાથે વાતચીત કરે છે જેમાં કોઠારિયા ગામ સહિતના વિસ્તારમાં તેમને ૭૦ ટકા મતો મળવા જોઈએ નહિ મળે મંડળી બંડળી બધું વયું જશે તેવી આડકતરી ચીમકી પણ આપતા પણ ઓડિયો ક્લીપમાં સાંભળી સકાય છે ત્યારે ચુંટણી જીતવા નેતા ગમે તે કરી સકે તે ફલિત થયું છે ઓડિયો કલીપ નવી છે કે જૂની કે એડિટ કરેલી તે અંગે મોરબીન્યુઝ કઈ કહેતું નથી પણ આ ઓડિયો કલીપ ને લીધે રાજકારણ ગરમાયુ છે તે વાત નકારી ન શકાય

સાંભળો વાયરલ થયેલ ઓડિયો કલીપ

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat