Billboard ad 1150*250

મોરબીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસ નિમિતે સોશ્યલ મીડિયાના માધ્યમથી અવેરનેસ કાર્યક્રમ

0 323
Post ad 1

        આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી પોલીસ દ્વારા સોશ્યિલ મીડિયાના માધ્યમથી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં ડ્રગ્સનું સેવન કરનારા લોકોમાં જનજાગૃતિ આવે તે માટે  અભિયાન રૂપે નાર્કોટીક્સ ડ્રગ્સને લગતા પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યા હતા.

જે મોરબી જિલ્લામાં આવેલ જુદી જુદી સ્કૂલો અને કોલેજોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ડ્રગ્સનું સેવન ન કરવા, ડ્રગ્સના સેવનથી દૂર રહેવા અને આ લતમાં ફસાયેલ વ્યક્તિઓને કેવી રીતે બહાર લાવવા તે અંગેનું માર્ગદર્શન સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવ્યું હતું.

Post ad 3

આ સાથે જ લોકોમાં જાગૃતિ આવે તે માટે શહેરના જાહેર માર્ગો પર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. સાથે જ લોકોમાં જાગૃતિ લાવવા માટે નામાંકિત કલાકારો ગીતાબેન રબારી,  હકાભા ગઢવી,  કમલેશ પ્રજાપતિ, ભાવેશ આહીર અને ગુલાબદાન બારોટ દ્વારા મોરબી જિલ્લાને વ્યસન મુક્ત બનાવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અભિયાન ચલાવવામાં આવે છે.

Comments
Loading...
Share This
WhatsApp chat