Billboard ad 1150*250

આયુર્વેદિક જીવનશૈલી : દાદરને મટાડનાર કુવાડિયાના અકસીર પ્રયોગો વિષે જાણો…

0 135
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews


ચામડીના રોગોમાં દાદર થયાનો અનુભવ મોટાભાગના લોકોને જીવનમાં એકાદ વાર તો થઇ જતો હોય છે. ગામડામાં, નાની ઉંમરમાં, ગીચ વસ્તીમાં, આહાર વિહારનો અજ્ઞાન હોય તેવા ઘરોમાં તે સવિશેષ થાય છે. દાદર કે ધાધર ના નામે પ્રચલિત આ રોગનો મૂળ શબ્દ “દદ્ર”છે. જે મોટાભાગે સૂર્યકિરણ ન મળતા હોય તેવા ઢાંકયેલ અંગોમાં થતી હોય છે. સાથળના મૂળમાં, ગુહ્યાંગમાં, કેડ પર, પેડુમાં, છાતી કે વાંસા ઉપર ગરદન વગેરે સ્થળે તેના ગોળ લાલ કે કાળા ચકામા થતા હોય છે. જેમાં ખૂબ નાની ફોલ્લીઓ થવાથી તે ભાગ ઉપસેલો રહે છે અને તે ભાગ પર પુષ્કળ ખંજવાળ આવે છે. અંગ્રેજીમાં તેને કારણે તેને રિંગ વર્મ્સ કહે છે. લાલ દાદર કરતા કાળી દાદર શરીરમાં વધુ ફેલાયેલ અને હઠીલી હોય છે. તે મટાડવી ખૂબ મુશ્કેલ મનાય છે.
બાળકો, મેદસાર લોકો, કફ પ્રકૃતિવાળા, અસ્વચ્છ લોકો કબજિયાતવાળા, મીઠું, ગોળ, દહીં, તલ જેવા કફકર અને લોહી બગાડનારા દ્રવ્યોનું વધુ સેવન કરનારા અને દિવસે સૂવાની આદતવાળા માણસોને તે થવાની વધુ દહેશત રહે છે. ચોમાસાના નવા પાણીનું આંતરબાહ્ય સેવન અને ચેપ પણ દાદરને ફેલાવવામાં કારણભૂત બને છે. જે લોકોને વિરુદ્ધ આહારનું જ્ઞાન હોય અને તેનું પાલન કરતા હોય તેને પ્રાયઃ દરાજ થતી નથી. ગોળ સાથે દૂધ,દહીં,તલ કે મગફળી ખાવાથી, દૂધ સાથે દહીં, કેળાં, કોઈ પણ ફળ કે તેલ ખાવાથી, તલ સાથે ગોળ મેળવીને તલવટ કે કચરિયું ખાવાથી, અડદ સાથે ગોળ, મૂળા કે દહીં ખાવાથી, દૂધ સાથે કોઈ પણ જાતની ખટાશ ખાવાથી, ફ્રુટ જ્યુસ અને ફ્રુટ સલાડ ખાવાથી દાદર થવાને ખાસ કારણો મળે છે. ગળપણ, ખટાશ અને ખારાશ છોડ્યા વિના દાદર મટી શકતી નથી.     

ચામડીના રોગો ના તમામ ઔષધો દાદર ને મટાડવામાં ઉપયોગી છે છતાં કુંવાડીયો કે પુંવાડીયો તેમાં સર્વોત્તમ વ્યાધિ વિપરીત ઔષધ છે કુવાડીયા નું નામ જ દદ્રઘ્ન એટલે કે દાદર ને હરનાર અને ચક્રમર્દ દાદરના ચકરડા નું મર્દન કરનાર છે ચોમાસામાં વરસાદ થતાની સાથે જ ખાલી જગ્યામાં જ્યાં જુઓ ત્યાં મગફળીના છોડ જેવા કુવાડીયા ના છોડ ઊગી નીકળે છે અને તેના ઉપર ચોળી ની શીંગ જેવી શીંગ અને પીળા ફૂલ આવે છે કુવાડીયા નો આખો છોડ દાદરમાં ઉપયોગી છે છતાં તેના તાજા પાન અને બી વધુ ઉપયોગી છે તે નિર્દોષ હોવાથી ભાજી તરીકે પણ તેનો છૂટથી ઉપયોગ કરવાનું આયુર્વેદમાં કહેવામાં આવેલું છે દરાજ ના દર્દી મીઠું ગળપણ કે ખટાશ નાખ્યા વિનાની કુવાડીયા ની મોળી ભાજી વધુ ખાઈ તેમ તેનો રોગ વધુ ઝડપથી મટે છે
     ચામડીના તમામ રોગોમાં કુવાડીયો આંતરબાહ્ય સ્વરૂપે અસરકારક ઔષધ છે છતાં તે દાદરમાં શ્રેષ્ઠ હોવાથી તેના આ પ્રમાણે ઉપયોગ યોજવા:
૧. કુવાડિયાના સુકા બીનું ચૂર્ણ કરી કાયમી બાટલીમાં ભરી નાખી તેમાંથી એક એક ચમચી ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવું.
૨. કુવાડિયાના બી શેકી તેની દૂધ ખાંડ નાખ્યા વિનાની કોફી બનાવી સવાર-સાંજ પીવી.
૩. કુવાડિયાનો આખો છોડ  કે પાન પાણીમાં ઉકાળી  તે ગરમ ઉકાળાથી સ્નાન કરવું અને દાદરનો ભાગ ધોવો.
૪. કુવાડિયાના પાનને ધોઈ તેની મીઠું,ખટાશ કે ગળપણ નાખ્યા વિનાની ભાજી શક્ય તેટલી વધુ ખાવી તેમાં હળદર,ધાણા જીરું,કોથમરી,મરી, લસણ,હિંગ,રાઈ વગેરે નાખી શકાય.
૫. કુવાડિયાના બી ને લીંબુ ખાટી છાશ જેવા કોઈપણ ખાટા દ્રવ્ય માં પીસી દાદર ઉપર લેપ કરતા રહેવું.
૬. મુળાના પાનના રસ સાથે કે લીમડાના પાનના રસ સાથે કુવાડિયાના બી પીસીને લેપ કરવો.
૭. કુવાડીયા બી અને કરંજના બી બારીક પીસીને ચોપડવા.
૮. કુવાડિયાના મૂળને લીંબુના રસમાં ઘસીને લેપ કરવો.
૯. કુવાડિયાના અને લીમડાના કોમળ પાનને પીસી લેપ કરવો.
૧૦.કરંજના બીનું બારીક ચૂર્ણ કરી તેમાં કરંજ તેલ કે લીંબોળીનું તેલ મેળવીને હંમેશા બે ત્રણ વખત ચોપડતા રહેવું.
૧૧. બીનું ચૂર્ણ કરી તેમાં સમાન ભાગે અમલ સારો ગંધક મેળવી કરંજ તેલમાં ખરલ કરી તે મલમ લગાડતા રહેવું.
૧૨. કુવાડિયાના બીમાંથી ક્રાઇઓસોફેનીક એસિડ કાઢીને તેનો દાદરના મલમમાં વિશ્વ આખામાં ઉપયોગ થાય છે.
અત્યારે બસ આટલું જ.આવતા રવિવારે ફરી મળીશું એક નવી આયુર્વેદિક માહિતી સાથે ત્યાં સુધી રાજ પરમાર ને રજા આપશો…ધન્યવાદ
દર રવિવારે એક નવા વિષય પરની આયુર્વેદિક માહિતી ફક્ત મોરબી ન્યૂઝમાં મુકવામાં આવે છે માટે જોડાય રહો મોરબી ન્યુઝ સાથે..
નવી નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે HEALTH MORBI  લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરો.
વધુ માહિતી માટે સંપર્ક કરો : Raj Parmar : 97 22 666 44 2

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat