Billboard ad 1150*250

આયુર્વેદિક જીવનશૈલી : હોટેલમાં બિલ સાથે અપાતી વરિયાળી-ખાંડ વિશે થોડું જાણીએ…

0 300

આજકાલ બહાર જમવાનું સામાન્ય બાબત બની ગઈ છે.હોટલ-રેસ્ટોરન્ટમાં ખાવાનો એક ટ્રેન્ડ છે. હું તો બહારનું કઈ ખાતો જ નથી પરંતુ બાળકહઠ પાસે કોઈનું ચાલતું નથી. મારું બાળક કે પત્નીને કઈક બહાર જવું હોય અથવા ક્યાંય બહારગામ ગયા હોય તો ભાગ્યેજ હોટેલમાં જઈએ અને તેમાંય મારુ મેનુ તો ફિક્સ જ હોય સલાડ, છાસ જેવું. થોડાજ દિવસ પહેલા આપણા ગ્રુપ આયુર્વેદિક જીવનશૈલીના મેમ્બર સતિષભાઈ પટેલની દીકરીના લગ્ન હતા તો તેમના આમંત્રણને માન આપીને હું ત્યાં ગયો હતો. ત્યાં જાનૈયાનું અને અન્ય મહેમાનોનું સ્વાગત વરિયાળીના સરબત પીવડાવીને કર્યું. સતીશભાઈએ મને કહ્યું કે આમાં ખાંડના બદલે ખડીસાકર અને મીઠાના બદલે સિંધાલૂણનો ઉપયોગ કર્યો છે. હું તો એકના બદલે બે ગ્લાસ ઘટઘટાવી ગયો. થોડો તડકો અને તરસ હતી માટે હો. જમણવારમાં પણ આવી બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

હોટેલોમાં જ્યારે તમે બિલ આપો છો ત્યારે તમને વરિયાળી અને ખાંડ શા માટે આપવામાં આવે છે.આખરે શું કારણે? ત્યાં આપવામાં આવતી વરિયાળી અને ખાંડનું રાઝ મને જે સમજાયું તે આ રહ્યું.!l

પાચન શક્તિ વધારે છે..બહારનાં ભોજનની ડીશો ભારે અને ઘણીવાર મસાલાદાર પણ હોય છે.એવામાં તમને પેટની અનેક સમસ્યા થઈ શકે.વરિયાળી-ખાંડમાં પાચનશક્તિ વધારવા અને જલ્દીથી ખાવાનું પચાવવાની ક્ષમતા હોય છે.જમ્યા બાદ જો વરિયાળીનું સેવન કરવામાં આવે તો પેટમાં એસિડીટી થતી નથી.આ કારણે બિલની સાથે વરિયાળી અને ખાંડ આપવામાં આવે છે.બીજું,મોઢાની દુર્ગંધ દૂર કરવા એ ઉપયોગી છે.આ સિવાય મુખવાસ ખાવાના બીજા ઘણા ફાયદા છે.જેને જાણીને તમે પણ વરિયાળી ખાવાની આદત બનાવી લો.

સાકર-વરિયાળીનો મુખવાસ ન માત્ર પાચનશક્તિ માટે અને મોઢાની દુર્ગંધ દૂર કરે છે.પરંતુ યાદ શક્તિ માટે પણ સારી છે.વરિયાળીનું સેવન સતત કરવાથી તમારુ મગજ તેજ થઈ જાય છે. હું એક હોટેલમાં ગયો હતો ત્યારે તો ત્યાં લીલીછમ વરિયાળી અમને કાઉન્ટર પર અપાઈ હતી.ત્યાં તો થડે બેસેલા માલીકે તેની ભાષામાં એવું સમજાવ્યું કે લીલી વરિયાળી સાકર ટોટલ હેલ્થ માટે ખૂબ સારી છે.

વરિયાળીમાં મધુર ઉપરાંત તીખો અને કડવો રસ હોવાથી તે મો ચોખ્ખું કરે છે અને મુખના રોગો મટાડવામાં મદદ કરે છે. અને ખાસ કરીને રુચિ પેદા કરે છે.

જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય કે જમવાનું ભાવતું ન હોય તેમને જમ્યા બાદ વરિયાળી લેવા કરતા જમ્યા પહેલા વરિયાળી ખૂબ ચાવીને આરોગવી જોઈએ.

ઉનાળામાં જેમને પેટમાં બળતરા થતી હોય તેમને વરિયાળી અને ખડીસાકર વાળું સરબત પીવું જોઈએ. બજારુ તૈયાર મળતા ઠંડા પીણાં કરતા આ સરબત અનેક ગણું ફાયદાકારક છે.
દર રવિવારે એક નવા વિષય પરની આયુર્વેદિક માહિતી ફક્ત મોરબી ન્યૂઝમાં મુકવામાં આવે છે માટે જોડાય રહો મોરબી ન્યુઝ સાથે..

નવી નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે HEALTH MORBI લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરો.

વધુ માહિતી માટે સંપર્ક કરો : Raj Parmar : only whatsapp 97 22 666 44 2

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat