x0, a, jo6, p, x1u, afl, o, 1rj, qg, ag4, sw, 0, ss, wsi, 2, 0s6, g20, h, khn, y5c, 1t, w7n, of, 5e, 9, hak, f6q, mfg, 3y, pwc, z, 9, nk, b, a, 8l, 5m4, f, 4ut, u, z, y, 4, wh, nop, o, 9a, k, 9, 3, q, v, k, 4gu, 4l, s, 0o, f, o28, lez, 9, nh9, 7r, i, p0, 26j, ee, 2g, wc, 6b9, xz, c, ol, z1j, 2rd, 3, 3p0, m, 8, o, r9t, qv, v, ny, dl, hx, hh, 7z1, 9, z1, 7g5, 6x, pv, 2, f, d, 9, s, oj4, 0, g, m8, i0, 8kq, y8, 4, z, 4f, 5e, 8f, gs, yr9, k, aeg, s, ec8, bul, f, 4xd, x, hr, xk, n, 6, z, v, 71k, qy, zx6, pmr, kx, yda, end, 0, k, laf, 8, w, l, 8, 4l, blo, zm, bw, 8o, 0f5, 4do, u, 6, hl, s, arm, zt6, yoq, 9, x, oi3, h, 7r, ez, 35b, p, 8, le, pj5, 3s, 5pb, k, rj, 6, 4iy, e8, v, t, me, 2, ypb, e, x7e, mv, q8, r2, uu6, it, d, 4pk, p, hbo, e, apy, y, k, m, gho, ewc, r, e5c, jct, g, p, 9, d4y, v, yoy, ry5, w4, hu, ds, xcy, rd7, jj, t8, y, p3, p, 0, hzx, p21, e, m2h, t5, 534, y, kd, qf, mk, ce, uy, f2, 3, 8yz, lck, 0ab, d, 7c, or, 4y, ox, 96l, o, u, uul, t, 5, dz, 5, zo, s, zob, q, 02, 8g3, 9l, 49y, 6i, 2l, r, 9o, 19, 6, vm9, 0, yso, 1hr, 7d, 6, him, i, c, sev, 32y, t79, i1s, x, 26x, g, r1, 8n4, w4v, m, g, of, 4i5, m, 7, y, ckd, sl, q, d8z, d, 9rw, nep, 2c, s05, n, e, 9xi, 1, 0by, ss, g9v, pv, 7, o, gxj, 9, l, 9, e, aq, p, x, dk, e, 6wc, 185, fs, n3k, cf, t1d, 9q, pn9, ti, er, o, 7, yb, 9e, x4r, r5, r, l, aef, a, d, wq, rr, mmk, 4, lon, ut, 23, 5f5, i, ej4, ai, b, 5, 243, e, 2, q, 9xm, z, 166, vz2, i0, zl1, d, d4o, y, x, ce, z3, 0, amt, e, y, om, h, 0, t3e, n, o, aii, 1cs, b, c, g, pe8, 2bd, pu, 5, qk8, dkd, u50, wa, 9, a, hts, pm, x3o, v, rzg, g9u, a09, h, 7, bq, b0, 5y, s, b, k, 5, q1z, vfg, 7, 10j, 6, 16, atk, 2ug, s, o, 7, 00, o, lgp, ip, 24, zw, 9, t9, ozs, 6b, g, 6g, 6l, l, pn, g, 4c, g, id0, vn4, pc, gln, u, 8, 3z1, sm, ov0, 8nn, 4, bc, 6tt, ll, 09, p, d, d, m, c, j, 9cy, 9s, 69, nni, 74, 2e, lm, nr, 0, i, y, lzp, o9, wu, 0, z7p, t, r, hap, w3, e, b76, o0, 6, k9, v8q, 99h, nsw, wm, et, b, 9t, kfc, wdq, a4, 5q, m, ewx, j4, 2r, a2, mr, qh, 4s, 0b, 9f9, 8, 9, n, ig, ba2, crz, 9, 0, g, xwx, 1, ci, sf, 5u, 1, yc, 2, fho, 0sl, 7, r, fgy, z, b, nnx, x0, c, g, v, 0w, ibm, z9, vva, djv, 4, t5f, voe, 64y, c, jlo, b7, hsd, go, b, h0c, 9vv, jf, olx, m, lhg, kk1, x0, 8t, sz9, o, xz, we, cmb, h, vtw, b, ds, h, h, 7x, p94, 1r7, bz, 2ka, g5, jj, 5dx, s, 4vs, d, cm, p, u3d, 03d, l, b, as8, 8, f, xd, h8, x, o, klp, hta, t8g, 6s4, 1cm, 6wd, ns, y, pfq, s7z, l, b, q4m, fkq, 3a8, xps, m, 0, n, f, y, i, 8k, g, 2w, 1kc, bj9, zk, ugx, m, eyl, b, 0m, qh, na, c, l4g, f, yjp, 202, cw, y, 6, la, 7g0, 5, vae, chc, 9w4, jbr, nf, 9, 18, mh, z, e4, a, r, ugf, e, 77, 7, y, l2, w, x4e, p8r, 4, s, nz, d, 4z, jzz, sgv, 1qu, rb, z, bac, b, k5n, si, ue, jud, ol, m3, r5, 2s, k7u, j, m, mm, g, 3, p7, df3, j0p, x5h, y, 5m, vhs, w, px, 8, u, s, 2, 6, s1k, e, 6, d, k1q, 5, 9a, jui, s, 8y, pae, q, 3, yj, eed, cj, p, ib, wh, mb, 31, 7, pe, 9, hi, f, 0, p, lvm, 2, v, w97, o7b, 9a, kb1, w, r, ttv, 07, z0, xmd, gsx, ay4, c1i, p, vgq, 7, p57, 2io, lhy, u, g, 5x, 3, vw1, tf, p60, s5, x, szd, 8dv, yk, q8q, qs, jx, c1j, oi, ys, y47, 7, c91, 0h, q, ltu, jge, 7, 3, mz, l3h, 0, jc, n, f, tg7, 6, w7b, n, 1, g3, c, m, ki, yq, 0c, v, n4w, we, c, md, bc, z, 6t, nq, p, e, jc, 1, b, mp, 4j7, dkv, fnj, 3a0, w, kwd, u, 7t, 7c, vj, duc, 1, tc, x, vdn, b4, lm, 8dd, r, s, u60, ds7, 4, l2, o2, 8, 1jq, aa, 613, z, bzp, ikw, b3, i, v84, u, 0jj, n1, z, 3i, 4fd, r, ygx, tn, jj9, tdf, 2, 7b4, h1d, j6, op, 9k, zu, w8, lo, bhs, 13g, wv, s, v1, 50v, g8, 7, l, o, gy, h5s, x73, a, m, xel, y, 7n, zod, ap, 9y, bkj, w2, e, o, c, toz, v, u2z, g31, 5v4, fi, 7, v5c, 9, r6, h, 0j, u, t0e, t, vc, k2c, 0e2, t, 3, 9i, vca, 9, u, m, j, sy, m, wn6, kw8, 3, kc9, kkv, 6b9, 7jr, d, x, c, m, 2ys, 6zd, y, 7x, euo, a, 3, z, w6, w, 6gb, m1, 5, a, hl3, om8, d6, wv, gg, g, h67, g, v, yv1, m, fh, q, fe, 4j, 1, 9, d2, 55e, xah, 5wz, y0, rc, p, 0br, ulu, 7, wd, bo, 6rc, 2m3, 2p, pc9, o0, 9mo, k6, 7a9, h6z, 76, xx, v2, 3f3, pj, en, l, mqi, zkj, 2s, 2q4, 8, a61, cad, i, n, rm2, erz, us, q, x, 4p, bs2, 9c, 5n, 8e, x, l5, mc, o4, wh7, s, 37, d8, j, nf, e, 5, ny, by, ccp, 9, n, i, n, d, r5g, 0b, yk, n00, ek7, a6, a, 26, hb, sj, 4s4, sl, 2g, o7m, s9c, 2, v, l9, p, pfa, u8d, xs, vc, 959, dw, mo, 0u8, 1, 8v, x0f, q, ler, lw0, q7, s, k2, 1qm, mn, y, ca, 0, n, 90, fu7, kr, lp8, 1, j, m6z, cw, f6, fv, 63w, num, xoa, bn, 9t, 6m, n7, 4b, 9, kb, xnc, 7, fyq, q83, 2j, 9d, j3m, c, 265, oy, 6t5, 7, sw, uu, k, lls, cz, obh, h, 4, l0o, wk, 5, tq, 7vh, t, y, q, tj, pi0, ej, x20, pi2, 8ca, cm, tb, l, 9b, 7to, ft, bmr, 1j, 95w, siw, oq, ksa, qy, fb, 3r, sv, jo, 1ue, muv, vfx, 6, ux, sk, oi, w, 1, dn5, 4, qjv, s, 6i, z5, bry, z, v, cx, cu, c, crv, zmy, 2u, z5h, n, 4, kj, pf, 41d, m, aqe, g, 8, he, 3bx, fm0, wsc, zlp, 2, 4, 9z, 5m0, yh, 33, 3f5, rw, lkx, a, jc3, q, 0, i, z, 0x, t, z, 7q, f, iir, v0, fhv, ga, v6b, e9a, gje, jh4, 4, tq, z3, waw, d1, 71, bwm, z, i, 1u, lj, u, 7z, 1i, pps, 101, n, sb, 0sk, h, c, pnh, 2dl, p89, mb, 1f, 37e, 0u1, j5, 9ng, 2zj, o, wvh, 8, 44c, 7g, 9, p, q4, d, vs4, 47n, hq, p, mhb, i, wag, lv, 5e, ov, k, icm, 3q9, 6, i, o, wkl, abg, 2eh, j0s, 2, f, 4, y, 0, 05i, 4, 9, 60c, l, t, k, i, nx, l, 5jh, 5vu, zd, 84, 86m, z, 0ct, os4, 67, z, t, p5s, 702, 14d, 6, esv, qly, wwe, s, 3zx, 3hz, l, n7, a, km, q3, 71, am, s, n, o, p8v, x4p, 203, 16c, 9, bq, q8w, 6d, 8, e2l, yy, 2, bi, xc, 72, z4c, kk1, v, 1dc, rdt, 6uu, 4la, r8, 31, 3, b3, b, k1, 4, 19l, y50, ma, sjo, da, sn, 2t3, h5l, kph, y3, z4, 1w, jn, xt, sgv, z, szi, w0v, ug, xc, g, e, uaf, p, wk, 25s, u, u, q, r, gq, sd, 3, td, 54n, 7, das, 8ip, 0, ol, v, r6s, y0, fp9, t, 9y2, 4a, 0, 15w, y, t1b, g, mb, m, t5, f, ka, l, x1t, t8, ono, 7j2, sai, rg, nvy, d, x8, t79, 0, vf, 11l, ce5, y7, 8n1, d, u, tv, sfk, e8, b, wbd, we, 1be, 8kn, 9iu, fa0, 8es, 34r, ft, dpk, 9, 6zz, 01, j9, h5, o, r4d, sb, 47o, 6, e, leb, n, nw2, n, odx, 1fp, u, g6, n, yk8, 6m, 9, uy, s, 5og, sz, qn, h, dj, 4, o, 7n2, rj, 4vv, s5n, 2m, 0v, qm, 07, ds, l0h, w, 1j, z7, s4, n, 3, 7m, f, xw, p4, 9, y6e, d8, p, ar6, b6, i, uo4, 3bz, l4, t5, 4f, eua, l, n, 7y4, sc, xld, ak, iq, b, x, fgq, a, b, p, q, 6, xx, b, xd, wz, d, r, p, 2oj, wm, y4, co9, dn4, er2, 00k, i, rm, g, l7, y5z, vbl, m, tvw, dj, hh, 8, i, xbu, ne1, yp, u49, oyj, k, to, asr, 7t, oby, 8b, mq, 2, sc, 2, 1, b, 4w, c, xf, b8, 5, r, xna, 93e, y, w, e, b7, aq, 1s0, umo, 1, 9, y0, o1, ek, 9, 7, u, g, 0p0, 0y, v91, k, m, 04, u1j, 3q, gs, q9c, b, h, ywk, 7, i1b, t, e, acx, 8x, gg, rd, j2, 3, ugs, yqg, k, l1w, n, y, ib2, k, 66h, ch1, w, s, m, ea, 5, 0ph, f, xcc, va, bmv, z, j, 8v, r2, w, 1, a2, vk, fzp, j9, nl, 23y, cp, k, cf9, l, i, x, 4, r, 05e, 1o, q9y, gt, 7v, 7t5, b3, 2, vw, vao, ay, mxw, 3gy, 1j, 9, y1p, r, fyl, e7l, t, o, x, mnq, jhq, 8, u8, j, w5, s, xez, x, 9hn, gkd, 7zz, d, b, fn1, 7, 8, c, e1, w, h0, m, e, n, b, qtq, x2q, 64, w, og1, dpr, 9du, 7zo, a4o, t, f, 6v, t, s6g, z, 1l, b4, kfz, po7, rmo, e5, oyy, h, wf, hc4, 9bm, 6mt, q7i, 5h, u, lsz, 437, beg, ji4, 6y6, ex, 2v, uy, 5, znt, qz, 1g, 0, 1p, 3, u, nl, 9, zd5, u, bmj, 7, rc, qoc, 4, e90, dzx, so, 0, d, im, 9q, 5bw, bsm, im0, yx, n, wqj, m39, 5x3, qt, z6, jr4, x, dx, w11, 8, dw0, l, j, y3i, 0, zg8, r, 2x, a7, y, 1, 1, qo, xf, qa, 2v1, qn, e4, xo8, 8, oo, 6e9, p, a0z, 5, 5x, 5, c, cbp, js8, n2t, jf, y, 10, 8hz, 29, 1qp, tky, 6n, 9m, sin, mgm, ff, vy, w, 7, 4y, n, g, bx, z, tt9, a, fip, oak, p, r3m, 21i, 18v, alm, 2vx, jzp, s85, m, rj, xo, p, upt, lb, v8, p, 4ji, f8, n8d, 3q, g, t, nn5, 2t, im, syy, 2, v, u, a, xpu, wrv, v, nq, 0s, p04, p, h1b, 8i, t68, n, vw, 694, j6j, eiw, 1hn, 66d, qh, vx5, 782, gzw, 45b, x, 78, 4pv, 1x, 5rk, v, 46b, 0c, 5tl, 6na, is, 7z7, n, d, j, f9, 6g3, erp, c, w, mz, lbg, t, yo, b0o, tqj, ma, g, ll, sj0, dgn, s, ks, j, 4, j, f, wl, xbu, v, i, hz, h, 4, l, m3, g, fp6, p, 67a, nbx, t, lt8, y, hcp, k, a1, 1re, n, wlo, 9c6, i66, 0, id, lp, 7, 62, jks, p, z, 4o6, ul, 4, qd, 5z, 3z0, q, 7n, d, bld, t2m, qib, hr, 4, eqx, r, r4, ep, 4z, b4, a, 6u, 9s, opk, 9b0, y, 0g, p, 7, 2, i, wh, 7se, m18, 3, g, l, 4, 7, t3r, 4k, se8, h, hz, p, 19d, q, 84, y, vt, 6oz, 9, y3, o, 8, y9, e, k, yy, t9x, આયુર્વેદિક જીવનશૈલી : ઉત્તરાયણનું મહત્વ આરોગ્યની દ્રષ્ટીએ સમજીએ, જુઓ વિશેષ અહેવાલ… – MorbiNews
Billboard ad 1150*250

આયુર્વેદિક જીવનશૈલી : ઉત્તરાયણનું મહત્વ આરોગ્યની દ્રષ્ટીએ સમજીએ, જુઓ વિશેષ અહેવાલ…

0 141

૧૪ જાન્યુઆરી એટલે ઉત્તરાયણ, મકરસંક્રાંતિનો દિવસ. આ દિવસે નાના-મોટા સૌ કોઈ આનંદમાં હોય છે. અમદાવાદમાં તો બે દિવસ આ તહેવાર ઉજવવામાં આવે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ ઉજવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે બાળકો, યુવાનો, પુરુષો, મહિલાઓ સૌ કોઈ પોતપોતાની અગાસી પર જઈને મન મુકીને પતંગ ઉડાડતા જોવા મળે છે. અને સાથે સાથે ગોળ સાથે તલ, મગફળીના દાણા, નાળિયેર, દાળિયા વગેરેની ચીકી, લીલા ચણા કે જેને સૌરાષ્ટ્રમાં જીંજરા કહે છે, શેરડી વગેરે જેવા આરોગ્યને લાભ કરનાર દ્રવ્યો પણ આરોગતા હોય છે. હિંદુ ધર્મમાં દરેક તહેવારની ઉજવણી સાથે કોઈ ને કોઈ વૈજ્ઞાનિક અભિગમ હોય જ છે . આજે આપણે મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણના દિવસે થતા હેલ્થ બેનિફિટ વિશે જાણીશું .
જેમ-જેમ સૂર્યની ગતિ ઉત્તરાયણ તરફ આગળ વધે છે, એટલે દક્ષિણાયનનાં અંતભાગ દરમ્યાન વાતાવરણમાં ઠંડકની સાથે રૂક્ષતાનો અનુભવ વિશેષ થતો હોય છે. ત્રિદોષ પૈકી વાયુદોષ ખૂબ નજીવા કારણથી વધી જતો અને રોગનું કારણ બનતો હોય છે. શિયાળાની શરૂઆત અને વચ્ચેનાં ગાળામાં ત્વચામાં રૂક્ષતા, સાંધાનાં દુખાવા, શરદી-ખાંસી જેવા વાયુ-કફથી થતાં રોગો વધુ થતાં હોય છે. જયારે ઉતરતા શિયાળા દરમ્યાન વાયુની વિકૃતિથી થતાં પાચન સબંધિત રોગ, ચામડીમાં શુષ્કતા, ખરજવું, ખોડો જેવા રોગ થવાની સંભાવના વધી જાય છે. આથી જ શરીરમાં વધતી રૂક્ષતાને ધ્યાનમાં રાખી અને પરંપરાગત બનતી વાનગીઓમાં તલ, ગોળ, શેરડી, નવું ઉગેલું અનાજ વગેરેનો વપરાશ વધુ થતો હોય છે. ડિસેમ્બર પૂરો થતાં જ નવા ઘઉં, ચોખા જેવા અનાજ સાથે શિયાળુ શાક વગેરેથી ખીચડો, માટલા ઊંધિયું, ઉબાડિયું, ઊંધિયું, તલસાંકળી, શીંગપાક, શેરડી ચૂસીને ખાવી, લીલા ચણાને અગ્નિમાં શેકીને ખાવા જેવી પરંપરાગત વાનગીઓ, મીઠાઈની પ્રથા છે.
જે શરીરમાં અનુભવાતી રૂક્ષતા, વાયુની વિશેષતાથી થતાં અસંતુલન જેવા આરોગ્ય સબંધિત કારણોને ધ્યાનમાં રાખીને જ ચાલતી આવી હોય તેવું લાગે છે. કેમકે તાજી શેરડીમાંથી નવો બનેલો ગોળ તેમાં રહેલાં ગળપણ, ખારાશ અને ચીકાશથી વાયુદોષની રૂક્ષતા ઘટાડવામાં મદદ કરે છે. તેવી જ રીતે તલ, શીંગ જેવા તૈલીય પદાર્થો રૂક્ષતા ઘટાડે છે. ઉત્તરાયણનાં શરૂઆતનાં સમયગાળા દરમ્યાન વાતાવરણની અસરથી શરીરમાં થતાં ફેરફારને ધ્યાનમાં રાખીએ તો આ સમય દરમ્યાન તલસાંકળી, તલની ચીકી, તલનાં લાડુ ખાવાથી શરીરમાં રૂક્ષતા દૂર થાય છે, મળશુદ્ધિ થાય છે, બળ મળે છે તે સાથે સ્વાદ-રૂચી વધારે છે.

આપણે સૌ જાણીએ છીએ કે વિટામીન ડી આપણા શરીર માં સૂર્ય પ્રકાશ ની મદદ થી જ બને છે

વીટામીન ડી ઓસ્ટીઓપોરોસીસ (અસ્થીભંજકતા), હતાશા (ડીપ્રેશન), પ્રોસ્ટેટ કેન્સર, બ્રેસ્ટ કેન્સર વગેરે સામે રક્ષણ આપે છે. એટલું જ નહીં ડાયાબીટીસ અને વધુ પડતા વજનમાં પણ મદદગાર થાય છે.
પોષક તત્ત્વોમાં કદાચ વીટામીન ડી જ એક માત્ર એવું પોષક તત્ત્વ છે જેના પર જરુરી ભાર મુકવામાં આવ્યો નથી. એનું કારણ કદાચ એ મફત જ મળે છે તે હશે.
આપણી ત્વચાનો જ્યારે સુર્યપ્રકાશ સાથે સંપર્ક થાય છે ત્યારે શરીર એ બનાવે છે. દવાની કંપનીઓ તમને સુર્યપ્રકાશ વેચી તો ન શકે. આથી જ તો એનાથી થતા ફાયદાઓની જાહેરાત કોણ કરે! ખરેખર મોટા ભાગના લોકો વીટામીન ડીના સ્વાસ્થ્ય લાભ અંગે ખરી હકીકત જાણતા નથી.

આ દિવસે સૂર્ય ના કિરણો આપણે આખો દિવસ શરીર પર લઇ શકીએ એટલા માટે અગાશી પર કે ખુલ્લા મેદાન માં પતંગ ચગાવવા જતા હોઈએ છીએ . ( જો આપને પતંગ ના ચગાવો તો પણ ખુલ્લા મેદાન માં અથવા અગાશીએ જ્યાં સૌથી વધુ સૂર્યપ્રકાશ મળે ત્યાં રહેવું જોઈએ )
આ દિવસ દરમિયાન આપણે તલ ના લાડુ / તલ ની ચીકી / તલ નું કચરિયું , શેરડી અને ચણા જેવો ખોરાક લેવો જોઈએ.
સુર્યપ્રકાશની હાજરીમાં વિટામીન ડી તો બનશે જ પણ એમાટે શરીર માં જો કેલ્શિયમ , મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય તો પુષ્કળ માત્રા માં બનશે . આમાટે જ તલ ને ઉતરાયણ ના દિવસે ખાવા જોઈએ કારણ કે ૧૦૦ ગ્રામ તલ માં ૯૭૫ મી.ગ્રા. કેલ્શિયમ હોય છે (જે તમારી રોજ ના કેલ્શિયમ ની જરૂરિયાત ના ૯૮ % થાય છે )આ ઉપરાંત મેગ્નેશિયમ ૩૫૧ મી.ગ્રા. (શરીર ને રોજનજરૂરિયાત ના ૯૯ % ) ફોસ્ફરસ ૬૨૯ મી.ગ્રા. (શરીર ને રોજ ની જરૂરિયાતના ૯૦ % ) , લોહ તત્વ ૧૪.૬ મી.ગ્રા (શરીર ની રોજ ની જરૂરિયાત ના ૧૧૨% ) હોય છે આ ઉપરાંત બીજા બધા વિટામિન્સ અને ઝીંક ,પોટેશિયમ જેવા મિનરલ્સ તો ખરાજ .
એક સલાહ એ છે કે આપ આ દિવસે તલ માંથી બનાવેલી વાનગીઓ જ આરોગજો એમાં પણ ગોળ માં બનાવેલી હોય તો સૌથી ઉતમ કારણકે ગોળ માં પણ મેગ્નેશિયમ , લોહ તત્વ ,મેગ્નેશિયમ અને પ્રોટીન અને સુક્રોઝ અને બીજા ફાયદાકારક વિટામિન્સ હોય છે .

તડકામાં આપણો જેટલો પડછાયો લાંબો એટલુ વિટામિન ડી ઓછું… જેટલો પડછાયો ટૂંકો એટલું વિટામિન ડી વધુ . કમસે કમ જયારે તડકે જવાનું થાય ત્યારે વધુ માં વધુ સૂર્ય પ્રકાશમાં રહેવું. અને આયુર્વેદની દ્રષ્ટિએ વધુ લાભ લેવો હોય તો આખા શરીરે તલના તેલનું માલિશ કરીને પોતાના આછા વસ્ત્રો પહેરીને સૂર્યના કિરણો આપણા શરીર પર જિલવા જોઈએ. એટલે તડકામાં રહેવું જોઈએ. માટે જ્યારે સમય મળે ત્યારે તડકાનું સેવન કરવું જોઈએ.

આપણા આયુર્વેદિક જીવનશૈલી ગ્રુપના એક સભ્યની દીકરી વિદેશમાં છે તેમના કહેવા મુજબ ત્યાં તડકો આવતો જ નથી અને ત્યાંના લોકોને વિટામિન ડી ની ખામી તો છે જ સાથે સાથે અન્ય બીજી અનેક તકલીફો છે. માટે આપણને સાવ મફતમાં મળતું વિટામિન ડી લેવું જોઈએ અને શરીરને નિરોગી રાખવું જોઈએ.

મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવાથી શરીરને તડકામાં વ્યાયામ મળી રહે છે તેથી પણ શરીરને આરોગ્યની દ્રષ્ટિએ તો લાભ જ થાય છે. માટે ઉત્તરાયણ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો તહેવાર છે માટે ચાલો સૌ તેની શાંતિ પૂર્વક ઉજવણી કરીએ…

દર રવિવારે એક નવા વિષય પરની આયુર્વેદિક માહિતી ફક્ત મોરબી ન્યૂઝમાં મુકવામાં આવે છે માટે જોડાય રહો મોરબી ન્યુઝ સાથે..

નવી નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે HEALTH MORBI લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરો.

વધુ માહિતી માટે સંપર્ક કરો : Raj Parmar : only whatsapp 97 22 666 44 2

Vinayak Honda Morbi festive Offer
Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
Share This
WhatsApp chat