Billboard ad 1150*250

કાનના રોગોના દર્દીઓ માટે આયુર્વેદિક ઉપચાર અને માર્ગદર્શન

0 123
Post ad 1

કાનમાં દુખાવો થવો,બહેરાશ આવવી,કાન વહેવો,કાનમાં અલગ અલગ પ્રકારનો અવાજ આવવો વગેરે કાનના રોગો વિશેષ કરીને જોવા મળે છે.

કાનમાં પાણી જવાથી પવન લાગવાથી ઠંડા આહારવિહારથી મુખ્યત્વે કરીને એ રોગો વધે છે બરફ, કેળા, દહી, જાંબુ, કેરી જેવા દ્રવ્યો કાનના રોગોમાં ત્યજી દેવા જોઈએ.

Post ad 2

કાનના રોગોમાં રક્ષણ મેળવવા હંમેશા સરસવ તેલ ના ટીપા નાખતા રહેવું જોઈએ. સળી નાખીને ખોતરવું નહીં તેમજ નાહયા બાદ ટુવાલ વળે તેમાની  ભીનાશ લૂછી નાખવી તે કાનના રક્ષણ માટે ખુબજ જરૂરી છે.ખૂબ પવન ભેજ કે નદીમાં સ્નાન કરતી વખતે કાનમાં રૂ નું પુમડુ ભરાવી રાખવું ઘણું હિતકારી થશે.

કાનના તમામ રોગોમાં સારીવાદીવટી ૧-૨ ગોળી દિવસમાં ત્રણ વખત લેવાથી સારો ફાયદો થાય છે. બહેરાશ માં બિલ્વાદી તેલ ઉત્તમ મનાય છે. રસી ને બંધ કરવા લીંબોળીના તેલના કે ક્ષાર તેલના ટીપા પાડવા. કાનના દુખાવામાં સરસિયાના તેલમાં લસણની કળી નાખી ઉકાળી થોડું ઠંડું થયા બાદ તે કાનમાં નાખવાથી સારો એવો ફાયદો થાય છે. ગાયના ઘીનું નસ્ય લેવાથી પણ રાહત થશે.

રાજ પરમાર-૯૭ ૨૨ ૬૬૬ ૪૪ ૨

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat