Billboard ad 1150*250

લોકસભા ચુંટણીમાં ઉમેદવારી પત્રો રજુ કરવા માટે ચારથી વધુ સમર્થકોના પ્રવેશ પર પ્રતિબંધ

0 85
Post ad 1

        લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ગુજરાતમાં તા.૨૩-૦૪-૨૦૧૯ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રજુ કરતા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં અવ્યવસ્થા અને ઓવર ક્રાઉડીંગની પરિસ્થિતી ઉભી ન થાય તે માટે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે. માકડીયાએ કોઇપણ સૂચિત ઉમેદવારને તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થકો સાથે ચારથી  વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનિશ ચૂંટણી અધિકારની કચેરીમાં પ્રવેશ ન કરવા  જણાવેલ છે.

Post ad 2

     જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે કરવામાં આવેલ આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો રજુ કરવા સમયે રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો અને સમર્થકો સાથે ઢોલ નગારા અને વાહનોની મોટી સંખ્યા લઈ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજુ કરવા આવે છે. જેના કારણે ચૂંટણી અધિકારીની કચેરીમાં અવ્યવસ્થા અને ઓવર ક્રાઉડીગની પરિસ્થિતિ ઉભી થાય છે. આ સ્થિતિ નિવારવા અને ચૂંટણીના સરળ સંચાલન માટે ભારતના ચૂંટણી પંચે આપેલ સુચનાઓની અમલવારી સુનિશ્ર્ચિત કરવી જરૂરી છે. જેન ધ્યાને લઇ  ઉમેદવારી પત્રો રજુ કરવા માટે ચૂંટણી અધિકારી / નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર અને અન્ય ચાર મળી પાંચ વ્યક્તિઓને જ પ્રવેશ કરવા તથા માન્યતા પ્રાપ્ત સિવાયના પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારોના દરખાસ્ત કરનારાની સંખ્યા દસ હોય તેઓના કિસ્સામાં પણ પ્રથમ તબક્કે ઉમેદવાર અને અન્ય ચાર તેમજ જરૂર જણાય તો પ્રથમ ઉમેદવારો સાથે ગયેલા ચાર દરખાસ્ત કરનારા ચૂંટણી અધિકારીની કચેરીમાથી બહાર નીકળી જાય ત્યારબાદ બાકીના ચાર અને ત્યારબાદ અન્ય બે દરખાસ્ત કરનારાઓ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવાનો રહેશે. એટલે કે કોઇપણ સુચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થક સાથે ચારથી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહીં.

          આ ઉપરાંત ઉમેદવારી પત્ર રજુ કરવા આવતા સમયે ચુંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. ત્રણથી વધુ વાહનો સાથે કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઇએ પ્રવેશવું નહી. આ સુચનાઓનો અમલ ઉમેદવાર જયારે તેઓનું ઉમેદવારી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ કરવાનો રહેશે તથા ઉપર્યુક્ત કામે ઉપયોગમાં લેવાયેલ વાહનોના ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat