Billboard ad 1150*250

મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક અગાઉ જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

0 77
Post ad 1

લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે રાજયમાં તા. ૨૩મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઇ મોરબી જિલ્લામાં સમાવિષ્ટ લોકસભા મતદાર વિભાગમાં આવરી લેવામાં આવેલ તમામ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન પુરૂ થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે, તા. ૨૧-૦૪-૨૦૧૯ના સાંજના ૫-૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવો જરૂરી જણાતા મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે. માકડીયાએ એક જાહેરનામા દ્વારા જરૂરી આદેશ ફરમાવ્યો છે.

Post ad 2

આ આદેશમાં જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લાના સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મતદાન પુરૂ થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે, તા. ૨૧/૦૪/૨૦૧૯ના સાંજના ૫-૦૦ કલાકથી કોઇપણ વ્યકિત ચૂંટણી સબંધમાં કોઇ જાહેરસભા બોલાવશે નહીં, યોજાશે નહીં કે સરઘસ કાઢશે નહીં કે તેવી સભામાં હાજરી આપશે નહીં, સિનેમેટ્રોગ્રાફ, ટેલીવિઝન, એલ.ઇ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહી, મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટીએ જાહેરમાં કોઇ સંગીતનો જલસો,થીએટરનો કાર્યક્રમ, કોઇ મનોરંજન કાર્યક્રમ કે સમુહ ભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહી કે ચૂંટણીના પરિણામ પર અસર કરે તેવા ઇરાદાવાળી કોઇ પ્રવૃત્તિ કરશે નહી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat