મોરબી જીલ્લામાં સઘન મિશન ઇન્દ્રઘનુષ ૨.૦ ના પ્રથમ રાઉન્ડની શરૂઆત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        સરકારના આયોજન મુજબ મોરબી જીલ્લામાં સઘન મિશન ઇન્દ્રઘનુષ ૨.૦ કાર્યક્રમના પ્રથમ રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે જે કાર્યક્રમ દ્વારા દુર્ગમ અને અંતરીયાળ વિસ્તારમાં વસતા લોકોના ૦ થી ૨ વર્ષના બાળકો અને સગર્ભા માતાઓ કે જે રૂટીન ઈમ્યુનાઈઝેશનની સેવાઓ દરમિયાન રસીકરણ સેવાઓથી વંચિત રહી ગયા હોય તેવા લાભાર્થીઓને રસીકરણથી રક્ષિત કરવાનો હેતુ છે     

        કાર્યક્રમ ડીસેમ્બર ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ સુધી દર માસના પ્રથમ સોમવારથી શરુ કરી સાત દિવસ એમ કુલ ચાર રાઉન્ડમાં યોજાશે અને ડીસેમ્બર માસના પ્રથમ રાઉન્ડનો શુભારંભ કરવામાં આવેલ છે જે અંતર્ગત મોરબી જીલ્લાના ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૫ અર્બન હેલ્થ સેન્ટર મળી કુલ ૩૫ આરોગ્ય સંસ્થા દ્વારા અલગ અલગ ૮૦ જેટલા સેસન દ્વારા ૦ થી ૨ વર્ષના ૫૫૯ બાળકો તથા ૧૩૦ સગર્ભા માતાઓને રસીકરણથી આવરી લેવાનું આયોજન કરાયું છે

જેથી રસીકરણથી રક્ષિત બનવા નજીકના આરોગ્ય કેન્દ્રો, આશા બહેનોનો સંપર્ક કરી લાભ લેવા જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાએ અપીલ કરી છે  

Comments
Loading...
WhatsApp chat