Billboard ad 1150*250

ભગતસિંહને ભારતરત્ન મળે તેના સમર્થન નીકળેલી સાયકલયાત્રાનું મોરબીમાં ભવ્ય સ્વાગત કરાશે

0 59
Post ad 1

વીર શહીદ ભગતસિંહને ભારતરત્ન આપવાની માંગ સાથે સોમનાથથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રા આગામી તારીખ ૧૫ ના રોજ મોરબી આવવની  છે. ત્યારે જુદી જુદી સંસ્થાઓ દ્વારા સાયકલયાત્રાનું સ્વાગત કરવામાં આવશે .

Post ad 3

મોરબીની ક્રાંતિકારી સેના, વાત્સલ્ય ન્યુઝ, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, યંગ ઇન્ડિયા ગ્રુપ અને યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા આ સાયકલયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ સાયકલયાત્રા ભક્તિનગર સર્કલથી શનાળા રોડ, રામ ચોક, સાવસર પ્લોટ, સરદાર રોડ, નહેરુગેટ, ગ્રીન ચોક, દરબાર ગઢ, મહેન્દ્રા ડ્રાઈવ રોડ, પાડા પુલ,એલ.ઈ કોલેજ રોડ, સૌ ઓરડી, નેશનલ હાઈવે, ત્રાજપર ચાર રસ્તા, મહારાણા પ્રતાપ સર્કલ, મયુર પુલ, ગેસ્ટ હાઉસ રોડ, નહેરુગેટ, ગાંધી ચોક, નરસંગ ટેકરી, સ્વચ્છતા રોડ થઈને સરદાર પટેલ સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ થશે. રૂટમાં આવતા તમામ સ્ટેચ્યુ પર ફુલહાર પણ કરવામાં આવશે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat