Billboard ad 1150*250

ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, જંગી રોડ શો યોજાયો, video

0 53
Above Post Content

લોકસભા ચુંટણીમાં સમગ્ર ગુજરાતમાં ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે જેમાં આજે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો જે રોડ શોમાં ભાજપ ઉમેદવાર વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા રોડ શો સામાકાંઠે ઉમા ટાઉનશીપથી શરુ કરીને મયુર પુલ પરથી દરબાર ગઢ, ગ્રીન ચોક, રવાપર રોડ અને શનાળા રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી તેમજ બાપુના બાવલા, સ્વામી વિવેકાનંદ અને ડો. બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલ સહિતના મહાનુભાવોની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા

Middle Post Content

રોડ શોના પ્રસંગે ભાજપ ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીને ફરીથી પીએમ બનાવવા ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે અને ગુજરાતના સપુતને ફરી પીએમ બનાવવા મોરબીના મતદારો ખોબલે ને ખોબલે મત આપી ભાજપને વિજયી બનાવશે

Inside Post Content
After post horizontal ad
Comments
Loading...
Share This
WhatsApp chat