મોરબીમાં વાલ્મીકી સમાજના મત મામલે ભાજપ કોંગ્રેસ આમને સામને, જાણો શું થયું ?

મોરબી પેટા ચૂંટણીમાં મતદાન થવાને આડે ગણતરીની કલાકો બાકી છે ત્યારે રાજકીય કાવાદાવા જોવા મળી રહ્યા છે મોરબી માળિયા વિસ્તારના વાલ્મીકી સમાજ દ્વારા ભાજપ ઉમેદવારને મત ના આપવા નિર્ણય કર્યાના મેસેજ વહેતા થયા છે તો સામે એક જૂથ ભાજપના સમર્થનમાં જોવા મળ્યું છે

ગુજરાત વાલ્મીકી સમાજના નામે મેસેજ વહેતા કરાયા હોય જેમાં યુપીના હાથરસની ઘટનાનો ઉલ્લેખ કરીને ભાજપ શાસન હોય જેથી દીકરીની ગેંગરેપ ફરિયાદ ના લેતા સામાન્ય ફરિયાદ લઈને હોસ્પિટલમાં પણ સારવાર ના મળે તેવા હુકમ કર્યા હતા હિંદુ હિતની વાત કરાય છે પરંતુ હિંદુ સંસ્કૃતિ મુજબ કોઈ સ્ત્રીને રાત્રીના સમયે અગ્નિ સંસ્કાર અપાતા નથી યુપીની ઘટનાને પગલે સમગ્ર ગુજરાત સહીત દેશમાં આંદોલનો ફાટી નીકળેલ ત્યારે ઘટનાના તમામ પુરાવા રાજ્ય સરકારે નાશ કરવામાં આવેલ હતા બાદમાં સીબીઆઈને તપાસ સોપવામાં આવી તો આ તપાસનો શું આર્થ તેમ જણાવી ગુજરાતમાં વાલ્મીકી સમાજે ઘણો અન્યાય સહન કરેલ છે જેથી વાલ્મીકી સમાજે ભાજપને મત ના આપવાનો નિર્ણય કર્યો છે

તો આવા મેસેજ બાદ હવે ભાજપ સમર્થક જૂથ પણ મેદાને જોવા મળે છે જેમાં મોરબી-માળીયા વિધાન સભાની તા. 03/11/2020. ના રોજ યોજાનારી વિધાન સભાની ચુટણી સંદર્ભે મોરબી-માળીયા વિસ્તારના વાલ્મીકી સમાજએ ભા.જ.પ.ના ઉમેદવારને મત ન આપવાનો નિર્ણય કરેલ છે આવુ બેજવાબદારી ભર્યુ , મોરબી-માળીયા વાલમીકી સમાજના નામથી જાહેર મીડીયામાં બોગસ જાહેરાત કરેલ છે. જેને અમે વાલ્મીકી સમાજ વખોડીએ છીએ. મોરબી-માળીયા વિધાન સભા વિસ્તારના વાલ્મીકી સમાજમાં ભા.જ.પ.ના ઉમેદવારને મત ન આપવા માટેની આવી કોઈ ગતી વિધી થયેલ નથી.

કારણ કે મોરબી-માળીયા વિધાન સભાની ચુટણીમાં ભા.જ.પ.ના ઉમેદવારને મત આપવા માટે મોરબી-માળીયા વિસ્તારના વાલ્મીકી સમાજના આગેવાનો સાથે સતત જીવંત અને ટેલીફોનીક કોન્ટેકમાં છુ તેમજ જે ગામોની અંદર મીટીંગ કરેલ છે તેના ફોટા પણ છે.યુ. પી.ની હાથરસની ઘટનાને સમગ્ર ભારતના આમ નાગરીકોએ વખોડેલ છે. જેની સી.બી.આઈ. તપાસ ચાલે છે. એ મુદ્દો નામદાર કોર્ટનો છે. કોંગ્રેસ સરકારમાં આવી અનેક વિધ ઘટનાઓ ઘટી છે પરંતુ કોઈ ભડના દિકરા વાલ્મીકી સમાજના આગેવાને 50 વર્ષના શાસનમાં આવા બેજવાબદારી પૂર્ણ નિવેદન આપ્યા નથી. આથી આવા બેજવાબદાર નિવેદનની વાલ્મીકી સમાજે નોંધ ન લેવી. જેમાં નીચે મોરબી જીલ્લા ભાજપા સફાઈ કામદાર સેલના હોદેદારોના નામ લખવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat