Billboard ad 1150*250

મોરબીના બીપીએલ કાર્ડ, ખેડૂતોના પ્રશ્નો ધારાસભ્યએ વિધાનસભામાં ઉઠાવ્યા

0 53
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ગુજરાત વિધાનસભામાં મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા અંગેના પ્રશ્નની ચર્ચામાં ભાગ લઈને રાજકોટ જીલ્લા સહકારી બેન્કે તત્કાલીન ચેરમેન વલ્લભભાઈ પટેલે આકસ્મિક વીમા યોજના દાખલ કરીને ખેડૂતોને અકસ્માત સામે આર્થિક કવચ પૂરું પાડ્યાનું જણાવ્યું હતું

        તે ઉપરાંત તા. ૩૧-૦૫-૧૯ ની સ્થિતિએ મોરબી અને માળિયા તાલુકામાં બીપીએલ કાર્ડ અંગેનો પ્રશ્ન પૂછતાં એવી માહિતી સાંપડી હતી કે મોરબી તાલુકામાં ૮૩૧૪ અને માળિયા તાલુકામાં ૭૬૮૩ કુટુંબો બીપીએલ ધારકો છે પેટા પ્રશ્નમાં વધુ જાણકારી મેળવવા માટે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં બીપીએલની પડતર અરજીના નિકાલમાં મોરબીમાં ૧૧૧ અને માળિયામાં ૩ નો વધારો થયાનું જણાયું હતું ગરીબો માટેની ચિંતા સેવીને આ પ્રશ્ન ઉકેલવા સરકારને જણાવ્યું હતું સાથે મોરબી માળિયાના ખેડૂતોને વર્ષ ૨૦૧૮-૧૯ ના કપાસના પાક્વીમાંની ચુકવણી અંગે પુછેલ તારાંકિત પ્રશ્નના જવાબમાં મોરબી તાલુકામાં ૧૨૯૭૪ ખેડૂતોને પિયત ૨૬૫ બિનપિયત એમ મળી રૂ ૧૧.૮૩ કરોડ તથા માળિયા તાલુકામાં ૬૪૪ પિયત અને ૧૧૪ બિનપિયત ખાતેદારોને ૬ લાખ રકમ ચુકાવ્યાનું જણાવ્યું હતું મોરબી માળિયા તાલુકાના ખેડૂતોને ઈનપુટ સહાય ચુકવવા બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા વિધાનસભાના ચાલુ સત્રમાં ગરીબો અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat