Billboard ad 1150*250

બ્રેકીંગ : મોરબીના વધુ ત્રણ શંકાસ્પદ વ્યક્તિના રીપોર્ટ પણ નેગેટીવ આવ્યા

0 349
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        કોરોના હાહાકાર વચ્ચે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે અને મોરબીમાં સોમવારે ચાર શંકાસ્પદ કેસોના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો દરમિયાન મંગળવારે મોડી રાત્રી સુધીમાં વધુ ત્રણ શંકાસ્પદ કેસો નોંધાયા છે અને ત્રણેય દર્દીને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરીને રીપોર્ટ માટે રાહ જોવાઈ રહી હતી જે ત્રણેયના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રને હાશકારો થયો છે   

        મોરબીમાં સોમવારે ચાર વ્યક્તિને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા જેના સેમ્પલો લઈને જામનગર રીપોર્ટ માટે મોકલ્યા હતા અને મંગળવારે નેગેટીવ રીપોર્ટ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે મંગળવારે એક મહિલા અને એક યુવકને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા અને તેનો રીપોર્ટ જામનગર ખાતે મોકલવામાં આવ્યો છે તો મોડી રાત્રીના વધુ એક યુવાનમાં કોરોનાના લક્ષણો દેખાતા શંકાસ્પદ દર્દીને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેના સેમ્પલ લઈને જામનગર રીપોર્ટ માટે મોકલાયા હતા અને ચાર નેગેટીવ રીપોર્ટ બાદ વધુ ત્રણ વ્યક્તિઓ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી હતી

        જોકે આજે ત્રણ શંકાસ્પદના રીપોર્ટ આવી ગયા છે એક યુવતી અને બે યુવાનના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે અને સોમવારથી અત્યાર સુધીમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરેલ તમામ વ્યક્તિના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે ને મોરબીમાં હજુ સુધી કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat